બોલિવૂડ

પેટમાં ગડબડ થાય તો પરિણિતી પીવે છે આ ડ્રિંક, તમે પણ કરો ટ્રાય

ક્યારેક-ક્યારેક એવી વસ્તુ ખાવામાં આવી જાય છે જેના કારણે પેટમાં ગડબડ થાય છે. પેટમાં ગડબડ થવાને કારણે પેટમાં સતત દુખાવો થાય તેમજ બીજી અનેક ઘણી સમસ્યાઓ પેદા થતી હોય છે. પેટની ગડબડ સહન કરવી અઘરી પડી જાય છે. પેટ સાફ ના થવાને કારણે પણ અનેક પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ માટે સારો ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને જણાવીશું કે પરિણીતી ચોપડાને જ્યારે પેટમાં ગડબડ થાય તો એ કયુ ડ્રિંક પીવે છે જેનાથી એને ફટાફટ ફરક પડી જાય છે.

પરિણીતીના જણાવ્યા અનુસાર જીરુ, વરિયાળી, અજમો અને આદુમાંથી બનાવેલું હેલ્ધી ડ્રિંક પીવે છે જેનાથી અંદરની પક્રિયા સ્વસ્થ રહે છે અને સારી પણ થાય છે. આનાથી ઇમ્યુનિટી અને પાચનતંત્ર સારું થાય છે. આ સાથે જ ઇમ્યુનિટી વધે છે અને સાથે-સાથે પાચન તંત્ર પણ મજબૂત થાય છે. તો જાણી લો કેવી રીતે બનાવશો આ હેલ્ધી ડ્રિંક…

સામગ્રી

1 નાની ચમચી વરિયાળી

1 નાની ચમચી જીરું

1 નાની ચમચી અજમો

1 આદુનો ટુકડો

1 કપ પાણી

બનાવવાની રીત

  • આ પાણીને બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં બધી સામગ્રી એડ કરી દો.
  • હવે આ મિશ્રણને સારી રીતે ઉકળવા દો.
  • જ્યારે આ પાણી બરાબર ઉકળશે એટલે પાણીનો રંગ બદલાશે.
  • પાણીનો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દો અને ગેસ પરથી ઉતારી લો.
  • તો તૈયાર છે હેલ્ધી ડ્રિંક.
  • થોડું ઠંડુ થાય એટલે આ ડ્રિંક પીવો.
  • આ ડ્રિંક પીવાથી પેટને લગતી અનેક તકલીફો દૂર થાય છે અને સાથે ઇમ્યુનિટી પણ વધે છે.
  • આ ડ્રિંક તમે રેગ્યુલર પીવો છો તો શરીરમાં સોજા આવતા ઓછા થઇ જાય છે અને તમને મોટી રાહત મળે છે.
Follow Me:

Related Posts