પેટલાદના બાંધણી ગામની સીમમાં પુરપાટ ઝડપે જતાં બે બાઇક સામસામે અથડાતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના દેવકુવા ભાગોળમાં રહેતા આશીફુદ્દીન નજીરૂદ્દીન શેખ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. તેમનો નાનો ભાઇ ઇમરાન ૬ ડિસેમ્બરના રોજ બાઇક લઇને પેટલાદથી રાવલી ગામમાં લગ્નમં જવા નિકળ્યો હતો. આ સમયે તેને બાંધણી એસઆર પેટ્રોલ પમ્પ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આશીફુદ્દીન ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
જાેયું તો બે બાઇક રોડ પર પડી હતી. આ અંગે આસપાસમાં પુછતા જાણવા મળ્યું હતું કે, બાઇક નં.(જીજે ૨૩ ડીઈ ૯૦૦૧)એ પાછળથી ઇમરાનના બાઇકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં ઇમરાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક નં.(જીજે ૨૩ ડીઈ ૯૦૦૧) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Recent Comments