પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો ઝીંકાયો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ ત્રણ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૭૮.૬૪ ડોલરના ભાવે વેચાઇ રહ્યું છે. ક્રૂડના ભાવ વધવાને કારણે જ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)ને ભાવ વધારવાની ફરજ પડી છે. ૨૪ સપ્ટેમ્બર પછી ડીઝલમાં કરાયેલા પાંચ વખતના ભાવવધારામાં ડીઝલના ભાવમાં કુલ ૧.૨૫ રૃપિયાનો વધારો થયો છે. ચાલુ સપ્તાહમાં પેટ્રોલમાં કરાયેલા બે વખતના ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં કુલ ૫૦ પૈસાનો વધારો થયો છે. આ અગાઉ ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતને પોતાની ઓઇલ જરૃરિયાત પૈકીના ૮૫ ટકા ક્રૂડની ખરીદી વિદેશમાંથી કરવી પડે છે.
પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવતા પેટ્રોલનો ભાવ વિક્રમજનક સપાટીનીનજીક અને ડીઝલનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં વધીને ૧૦૧.૬૪ રૃપિયા અને મુંબઇમાં વધીને ૧૦૭.૭૧ રૃપિયા થઇ ગયો છે. ડીઝલનો ભાવ દિલ્હીમાં વધીને ૮૯.૮૭ રૃપિયા અને મુંબઇમાં વધીને ૯૭.૫૨ રૃપિયા થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્યોમાીં અલગ અલગ જાેવા મળે છે. ત્રણ સપ્તાહ સુધી ભાવ સ્થિર રાખવામાં આવ્યા પછી બીજી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પાંચમી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. આજના ભાવવધારા પછી પેટ્રોલનોે ભાવ વિક્રમજનક સપાટીની નજીક પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીનો પેટ્રોલનો વિક્રમજનક ભાવ દિલ્હીમાં ૧૦૧.૮૪ રૃપિયા અને મુંબઇમાં ૧૦૭.૮૩ રૃપિયા જુલાઇમાં હતો.
Recent Comments