fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલમાં ૨૮ પૈસાનો વધારો તો ડિઝલમાં ૧૬ પૈસાનો ઘટાડો

આજે ૧૨ જુલાઈએ પેટ્રોલની કિંમતોમાં એક વખત ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ૨૮ પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ. બીજી તરફ, ડીઝલ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

હાલના સમયમાં દેશના લગભગ ૧૭થી વધુ રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ રાજ્યોની યાદીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળ સામેલ છે. પ્રતિદિવસે વધી રહેલા પેટ્રોલના ભાવને જાેતા આગામી દિવસોમાં ગુજરાતનું નામ પણ આ લિસ્ટમાં જાેડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

દેશમાં મોદી સરકાર આવ્યા પછી સતત ધીમે-ધીમે મોંઘવારી વધતી ગઈ છે. કોરોનાકાળ પછી તો મોંઘવારી અને બેરોજગારી મોદી સરકારના કહ્યાંમાં ના રહી હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ખાદ્ય-ચીજ વસ્તુથી લઈને દરેક વસ્તુના ભાવ વધી રહ્યાં છે. લોકોની આવક ઓછી થઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી વધી રહી છે. આમ પ્રતિદિવસ દેશની અર્થવ્યવસ્થા ખાઇમાં ધકેલાઈ રહી છે. જાેકે, તે છતાં પણ મોદી સરકાર આ અંગે કોઈ જ નિવેદન આપી રહી નથી.

મોદીએ મનની વાતમાં પણ ક્યારેય મોંઘવારીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. દેશવાસીઓના જીવન દોહિલા બની રહ્યાં છે ત્યારે બીજેપીના નેતાઓ સતત ચૂંટણી જીતવાના પ્લાન બનાવી રહ્યાં છે. તો કેટલાક બીજેપી નેતાઓ તો વર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવવાની જગ્યાએ વસ્તી નિયંત્રણ કરવાની વાતો કરવા લાગ્યા છે. જે સમસ્યાનું સમાધાન ઝડપી લાવવાનું છે તેને બીજેપી નેતાઓ નજર અંદાજ કરી રહ્યાં છે, જ્યારે લાંબા ગાળાના પ્લાનને અગ્રતા આપી રહ્યાં છે. આ બધી સમસ્યાઓ વચ્ચે દેશમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts