ગુજરાત

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસે સમગ્ર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાને કારણે આમ આદમીની કમર તૂટી જવા પામી છે. ઈંધણના ભાવ ઘટવાનું નામ જ લઈ રહ્યા ન હોવાથી આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત સહિત દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે રાજકોટના ત્રિકોણ બાગ ચોકમાં શહેર કોંગ્રેસે ધરણા શરૂ કર્યાની મિનિટોમાં જ પોલીસે દોડી જઈને અનેક કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. આજે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ઠેક-ઠેકાણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાે કે આ પ્રદર્શન આગળ વધે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી લેવાઈ હતી.

અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડિઝલના વધતા ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સીજી રોડ ખાતે આવેલા પેટ્રોલ પંપ ખાતે શહેર કોગ્રેસ પ્રમુખ મ્યુનિસિપલ કોર્પોરટર અને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે. તેઓ બેનર દર્શાવી પેટ્રોલ ડિઝલના વધતા ભાવ સામે વિરોધ કર્યો છે. પરંતુ પોલીસ મંજુરી વિના કાર્યક્મ યોજાયો હતો, જેના કારણે તેમની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસે માંગ કરી છે કે, પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે..

વડોદરાના પાદરામાં કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારીમાં પણ પેટ્રોલ, ડીઝલ, તેલના ભાવ વધારાને લઈ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો છે. વડોદરા જિલ્લા કાૅંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ પાદરા મુકામે યોજાયો છે. જેમાં પેટ્રોલ પમ્પ સામે બેસીને ધરણા કર્યા છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ સાયકલ પર નીકળી વિરોધ દર્શાવ્યો હતો. કાર્યકરોએ પણ વિવિધ બેનરો સાથે ભાજપા વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે. મામલો વધુ ગંભીર ન બને તે પહેલા પાદરા પોલીસ ઘટના સ્થળેથી ૨૫ જેટલા કોંગી આગેવાન હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી છે. એટલું જ નહીં, વડોદરામાં દોરડાથી કાર ખેંચીને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં વિરોધ કરાયો છે. ભરતસિંહ સોલંકીએ પ્રમુખની રેસમાં આગળ હોવા મામલે એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ કોઈ પણ બને પ્રજા હિતનું કામ કરવું જરૂરી

સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતી ઉઘાડી લૂંટ સામે કોંગ્રેસનો દેખાવ જાેવા મળી રહ્યો છે. જેમાં આજે કોંગ્રેસનું રાજ્ય વ્યાપી દેખાવો યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે ૪ મેથી ૧૦ જૂન સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ૨૨ વખત વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા ૭૩ વર્ષના સૌથી વધુ ઉંચા ભાવ છે. આર્થિક લૂંટ બંધ કરી સરકાર જનતાને રાહત આપે એ નાણાં સાથે કોંગ્રેસ દેખાવો કરી રહ્યું છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાયો છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ ભાવને લઈ પાટણ જિલ્લા કોંગેસે આજે વિરોધ કર્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા સિદ્ધપુર ચોકડી પાસે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો છે. દિવસેને દિવસે વધતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈ જિલ્લા કોગેસ દ્વારા વિવિધ બેનરો સાથે ઘરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. પાટણ જિલ્લા કોગ્રેસ વિરોધ પ્રદર્શનમાં જિલ્લાના ત્રણ ધારાસભ્ય હાજર રહ્યા છે. મહિલા કોંગ્રેસ દ્વારા છાજીયા ફૂટી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા છે. વિરોધ પ્રદર્શનમાંના સોસીયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

જૂનાગઢમાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાર્યકરોએ પેટ્રોલ પંપ ઉપર જઈ સૂત્રોચ્ચાર કર્યા હતો અને વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. પરંતુ મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટક કરી લીધી હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ સતર્ક બની ગઈ હતી. પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી છે.
બીજી બાજુ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપના અનેક નેતાઓના નિવેદન સામે આવ્યા છે. જેમાં હાલ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપનાં કાર્યકર્તાઓ લોકો વચ્ચે રહે છે તે કાૅંગ્રેસથી સહન થતુ નથી. કાૅંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે. સરકાર અને સંગઠન વચ્ચે કોઈ મતભેદ નથી. ચૂંટણી માટે અમે સતત તૈયાર જ હોય છીએ.

Related Posts