fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલમાં ૩૫ પૈસાનો વધારો ઝીંકાયો પેટ્રોલ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાંઃ ત્રણ દિવસના બ્રેક બાદ ફરી વધ્યા ભાવ

ત્રણ દિવસ બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર આજે વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે જ મુંબઈમાં પેટ્રોલના ભાવ ૯૩.૮૩ રુપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, જ્યારે રાજધાની દિલ્હીમાં તેના ભાવ ૮૭ રુપિયાના લેવલને વટાવી ગયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો ઝીંકાયો છે. પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં તે ગમે ત્યારે સેન્ચ્યુરી મારે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૪.૫૭ રુપિયાના અત્યારસુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો છે, અને હવે તે ૮૫ રુપિયાનું લેવલ તોડવાની તૈયારીમાં છે. જ્યારે સુરતમાં તેનો ભાવ આજે ૮૪.૨૪ રુપિયા થયો છે. રાજકોટમાં પેટ્રોલ આજે થયેલા વધારા બાદ ૮૪.૩૫ રુપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આજે ભાવ વધ્યા તે પહેલા છેલ્લે ૦૫ ફેબ્રુઆરીના રોજ પેટ્રોલમાં ૩૦ પૈસા વધ્યા હતા.

૨૦૨૧માં અત્યારસુધી પેટ્રોલના ભાવમાં અત્યારસુધી પ્રતિ લિટર રુ. ૩.૫૯ જ્યારે ડીઝલમાં અત્યારસુધી ૩.૬૧ રુપિયા વધી ચૂક્યા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રુડની કિંમત સોમવારે વધીને ૬૦ અમેરિકન ડોલર પર પહોંચી હતી. કોરોનાની અસર ઓછી થતાં અને વેક્સિનેશન શરું થઈ જતાં માગ વધવાની શક્યતાએ ક્રુડ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.

Follow Me:

Related Posts