રાષ્ટ્રીય

પેટ્રોલ ના વધતા ભાવને અંકુશ કરવા એમજ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે ભારત સરકારની મોટી પહેલ કરવામાં આવી રહી છે.

પેટ્રોલ ના વધતા ભાવને અંકુશ કરવા એમજ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે ભારત સરકારની મોટી પહેલ કરવામાં આવી રહી છે.

પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે પેટ્રોલિયમ ના ભાવ વધારા પર વાત કરતા કહ્યું કે પેટ્રોલ અને પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે પેસેન્જર ઇ-સાઇકલના પ્રથમ 1,000 ખરીદદારોને 2,000 રૂપિયાની વધારાની સબસિડી પણ આપવામાં આવશે.

ઈલેક્ટ્રિક વાહનો તરફ લોકોનું વલણ વધારવા માટે દિલ્હી સરકારે હવે ઈ-સાઈકલ પર પણ સબસિડી આપવાની જાહેરાત કરી છે. આના પર દિલ્હી પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં ઈ-સાયકલ પર સબસિડી આપવામાં આવશે.

તાજેતરની જાહેરાત હેઠળ, સરકાર શહેરમાં ઈ-સાયકલના પ્રથમ 10,000 ખરીદદારોને રૂ. 5,500ની સબસિડી આપશે. ગેહલોતે જણાવ્યું હતું કે પેસેન્જર ઈ-સાયકલના પ્રથમ 1,000 ખરીદદારોને 2,000 રૂપિયાની વધારાની સબસિડી પણ આપવામાં આવશે.

તે જ સમયે, વ્યાવસાયિક ઉપયોગ માટે હેવી ડ્યુટી કાર્ગો ઇ-સાઇકલ અને ઇ-કાર્ટની ખરીદી પર પણ સબસિડી આપવામાં આવશે. પ્રથમ 5,000 ખરીદદારો માટે કાર્ગો ઈ-સાયકલ પર સબસિડી ₹15,000 હશે.

સરકારના આ પગલાથી વધુ લોકો ઇલેક્ટ્રિક સાઇકલ તરફ આકર્ષાશે અને સાઇકલ સસ્તી થશે. સબસિડીથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે.b

Related Posts