પેથાપુરમાં એક શિક્ષિકાના ઘરમાંથી ૧.૯૫ લાખની થઇ ચોરી
પેથાપુરમાં રહેતી અને કડી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાના બંધ ઘરમાં તસ્કરો દ્વારા ખાતર પાડવામાં આવ્યુ હતુ. શિક્ષિકા તેના પરિવાર સાથે વતનમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા ગઇ હતી. તે દરમિયાન અજાણ્યા ચોરોએ તેનો લાભ લેતા ઘરમાં ચોરી કરી હતી. દરવાજે લગાવેલુ તાળુ તોડી પ્રવેશ કરતા ઘરમાંથી દાગીના અને રોકડ સહિત ૧.૯૫ લાખની ચોરી થતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ મહિડા (રહે, પેથાપુર, મૂળ રહે, નવાગામ, પેટલી, ખેડા)એ ફરિયાદ નોંધાવી હતી કે, રક્ષાબંધનનો તહેવાર હોવાથી વતનમા જવાનુ હતુ. જેથી ગત ૧૦મીના સવારે જ મારી પત્ની ઘરને તાળુ મારી શાળામાં ગઇ હતી. જ્યારે બપોરે હુ મારી ઓફિસથી સેક્ટર ૨૩ કડી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મારી પત્નીને લેવા ગયો હતો. જ્યાંથી સીધા જ અમારા વતનમાં જવા નિકળી ગયા હતા. જ્યારે સવારે વતનમાંથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન પડોશીનો ફોન આવ્યો હતો કે, તમે ઘરે આવી ગયા ? જેથી ના પાડતા તેમણે કહ્યુ હતુ કે, તમારા ઘરે તાળુ મારેલુ નથી અને માત્ર ખાલી સ્ટોપર મારેલી છે.
જેથી સવારે વતનમાંથી નિકળ્યા હતા અને આશરે શુક્રવારે સવાર ઘરે આવીને જાેતા મુખ્ય દરવાજાે ખુલ્લો અને અંદર બેડરૂમમાં રાખેલી તિજાેરી ખુલ્લી હાલતમાં જાેવા મળી હતી. જેમાંથી એક સોનાનુ ડોકીયુ, એક સોનાનુ લોકેટ, એક જાેડ સોનાની કડી અને રોકડા ૫૦ હજાર સહિત ૧.૯૫ લાખની ચોરી થવા પામી હતી. જેની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઇ એમ.એસ.રાણાએ તસ્કરોને પકડવા માટેની તપાસ હાથ ધરી હતી.
Recent Comments