તમને જણાવી દઈએ કે ઈઁજી-૯૫ યોજનાના લગભગ ૭૮ લાખ પેન્શનરો લઘુત્તમ માસિક પેન્શન વધારીને ૭,૫૦૦ રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. હવે સરકારે ઉચ્ચ પેન્શનની માંગ પર વિચાર કરવાની ખાતરી આપી છે. પેન્શનર્સ બોડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તેમના પ્રતિનિધિઓને મળ્યા હતા. લાંબા સમયથી લઘુત્તમ માસિક પેન્શન વધારવાની માંગ કરી રહેલા લાખો લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. પેન્શનરોનું સંગઠન ઈઁજી-૯૫ નેશનલ મૂવમેન્ટ કમિટી (દ્ગછઝ્ર) એ શુક્રવારે કહ્યું કે સરકારે ઉચ્ચ પેન્શનની માંગ પર વિચાર કરવાની ખાતરી આપી છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ મામલે ગંભીર છે.
પેન્શનર્સ બોડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તેમના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ દરમિયાન, શ્રમ મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર તેમની માંગણીઓ પૂરી કરવા માટે જરૂરી પગલાં લેશે. તમને જણાવી દઈએ કે ઈઁજી-૯૫ યોજનાના લગભગ ૭૮ લાખ પેન્શનરો લઘુત્તમ માસિક પેન્શન વધારીને ૭,૫૦૦ રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. મનસુખ માંડવિયા સાથેની બેઠક દિલ્હીમાં ઈઁજી-૯૫ દ્ગછઝ્રના સભ્યો દ્વારા આયોજિત વિરોધ પછી થઈ હતી.
જણાવી દઈએ કે દેશના અલગ-અલગ સ્થળોએથી આવેલા સભ્યોએ અહીં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને માત્ર ૧,૪૫૦ રૂપિયાની સરેરાશ માસિક પેન્શનને બદલે વધુ પેન્શનની માંગ કરી. બોડીએ જણાવ્યું હતું કે લગભગ ૩૬ લાખ પેન્શનરોને પેન્શન તરીકે દર મહિને ૧,૦૦૦ રૂપિયાથી ઓછું મળી રહ્યું છે. સમિતિના અધ્યક્ષ અશોક રાઉતે જણાવ્યું હતું કે, “શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ અમને ખાતરી આપી છે કે સરકાર અમારી સમસ્યાઓના ઉકેલ માટે ગંભીર છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન અમારી સમસ્યાઓના નિરાકરણ માટે પણ પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે નિયમિત પેન્શન ફંડમાં લાંબા ગાળાનું યોગદાન આપવા છતાં પેન્શનધારકોને ખૂબ જ ઓછું પેન્શન મળે છે.
વર્તમાન પેન્શનની રકમને કારણે વૃદ્ધ દંપતીનું જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની જાય છે. અશોક રાઉતે જણાવ્યું હતું કે ઈઁજી-૯૫ દ્ગછઝ્ર એ ન્યૂનતમ પેન્શન વધારીને ૭,૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી છે, જેમાં પેન્શનરનાં જીવનસાથી માટે મોંઘવારી ભથ્થું અને મફત આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થવો જાેઈએ. રાઉતે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના ઘણા સાંસદો પણ સંગઠનના સભ્યોને મળ્યા હતા અને ઉચ્ચ પેન્શનની માંગને પહોંચી વળવા તેમના સમર્થનની ખાતરી આપી હતી.
Recent Comments