fbpx
રાષ્ટ્રીય

પેન્શન વિશે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તમારા પર પડશે આ અસર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે વર્ષ ૨૦૧૪ માટે કર્મચારી પેન્શન (સુધારા) યોજનાને લઈને મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે ૨૦૧૪ની કર્મચારી પેન્શન (સુધારા) યોજનાને ‘કાનૂની અને માન્ય’ ગણાવી હતી. ઘણા કર્મચારીઓને રાહત આપતા કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓએ હજુ સુધી કર્મચારી પેન્શન યોજનામાં જાેડાવાના વિકલ્પનો ઉપયોગ કર્યો નથી, તેમને આમ કરવા માટે વધુ ૬ મહિનાનો સમય આપવામાં આવે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના દેશભરમાં કરોડો ખાતાધારકો છે. ઈઁર્હ્લં તેના ખાતાધારકોને તેમની થાપણો પર વ્યાજ ચૂકવે છે. ઉપરાંત, પેન્શન યોજના હેઠળ, ૧,૦૦૦ રૂપિયાનું લઘુત્તમ પેન્શન આપવામાં આવે છે. કોર્ટે પેન્શન ફંડમાં જાેડાવા માટે ૧૫,૦૦૦ રૂપિયાના લઘુત્તમ પેન્શનપાત્ર માસિક પગારની મર્યાદાને દૂર કરી છે, જે વર્ષ ૨૦૧૪ના સુધારામાં મહત્તમ પેન્શનપાત્ર પગાર (મૂળભૂત પગાર અને મોંઘવારી ફ ભથ્થા સહિત)ની મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવી હતી.

અને સુધારણા પહેલા મહત્તમ પેન્શનપાત્ર પગાર રૂ. ૬,૫૦૦ પ્રતિ માસ હતો. મહત્તમ પેન્શનપાત્ર પગાર (મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા સહિત) દર મહિને રૂ. ૧૫,૦૦૦ નક્કી કરવામાં આવ્યો હતો. સુધારણા પહેલા, મહત્તમ પેન્શનપાત્ર પગાર દર મહિને રૂ. ૬,૫૦૦ હતો. પેન્શન પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓના મૂળ પગારના ૧૨% પ્રોવિડન્ટ ફંડમાં જાય છે, જ્યારે કંપનીના રૂ. ૧૫,૦૦૦ના ૧૨% હિસ્સામાંથી ૮.૩૩% પેન્શન યોજનામાં જાય છે. આ સિવાય સરકાર દ્વારા પેન્શન ફંડમાં ૧.૧૬% ફાળો પણ આપવામાં આવે છે. પેન્શન માટે મહત્તમ પગાર ૧૫૦૦૦ રૂપિયા છે. શું છે મામલો- એ છે કે બેઝિક સેલરી અને ડીએ બંનેને જાેડીને બનેલી રકમના ૧૨ ટકા કંપની પીએફમાં ફાળો આપે છે.

અહીં ટેકનિકલ સમસ્યા એ છે કે જાે કોઈ વ્યક્તિનો મૂળભૂત પગાર અને ડ્ઢછ મળીને રૂ. ૧૫,૦૦૦ કરતાં વધી જાય, તો કંપની દ્વારા યોગદાનમાં ચૂકવવાના રૂ. ૧૫,૦૦૦માંથી ૮.૩૩ ટકા પેન્શન ફંડમાં આપવામાં આવે છે. શું થશે ફાયદો- સુપ્રીમ કોર્ટે પેન્શન ફંડમાં જાેડાવા માટે ૧૫,૦૦૦ રૂપિયા માસિક પગારની મર્યાદા રદ કરી દીધી છે. તે આ રીતે સમજી શકાય છે. જાે કોઈનું ઈઁર્હ્લં ??ખાતું છે. કામ કરતા કર્મચારી તેના પગારના ૧૨ ટકા પીએફ તરીકે જમા કરે છે. તેના બદલામાં તેની કંપની પણ તેને એટલી જ રકમ આપે છે. પરંતુ આ રકમમાં ૧૫૦૦૦ રૂપિયામાંથી માત્ર ૮.૩૩ ટકા જ પેન્શન પ્રોડક્ટમાં જાય છે. આવી સ્થિતિમાં, જાે ૧૫ હજારની વ્યાપક મર્યાદા દૂર કરવામાં આવે છે અને તમારો મૂળ પગાર અને ડીએ ૨૦ હજાર રૂપિયા થઈ જાય છે, તો પેન્શનમાં યોગદાન અને પેન્શનની રકમ પણ વધશે. પરંતુ આ માટે કર્મચારી અને કંપનીની સંમતિ જરૂરી છે.

Follow Me:

Related Posts