સાવરકુંડલા શહેરમા આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧ ના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો તા.૧૦ /૪/૨૦૨૩ ના જનતબાગ ખાતે વિદાય સમારંભ યોજાયેલ. ધોરણ છ થી આઠ ના બધા જ વિદ્યાર્થીઓ તથા ધોરણ છ થી આઠના શિક્ષકો હિતેશભાઈ, શિલ્પાબેન ,કલ્પેશભાઈ, નમ્રતાબેન ,તથા રૂબીનાબેન ઉપસ્થિત રહ્યા હતા. જનતા બાગના મનોરમ્ય વાતાવરણમાં બાળકો ખુશ થઈ ગયા હતા. ધોરણ આઠના વર્ગ શિક્ષિકાબેન શ્રી શિલ્પાબેન દેસાઈ દ્વારા વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપેલ. હિતેશભાઈ જોશી તેમજ કલ્પેશભાઈએ પ્રાસંગિક ઉદબોધન રજૂ કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરેલ. ધોરણ આઠના વિદ્યાર્થીઓ કે જેમણે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જનતા બાગમાં વિવિધ રાઇડ્સની મજા પણ માણી હતી. ધોરણ છ થી આઠ ના શિક્ષકો તરફથી બધા જ વિદ્યાર્થીઓને સમોસાનો નાસ્તો કરાવેલ તેમજ કેન્ડી ખવડાવી બાળકોને રાજી કરેલ. ધોરણ આઠના બાળકોએ સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરેલ. આ તકે જનતા બાગની મંજૂરી આપવા બદલ કાઉન્સિલર તેમજ સિગ્મા સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર પ્રતિકભાઈ નાકરાણીનો શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
2 Attachments • Scanned by Gmail
Recent Comments