અમરેલી

પે સેન્ટર શાળા નંબર-1 સાવરકુંડલાના ૧૧  વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં વિજેતા થઈ મેડલ તથા વિવિધ ઇનામો મેળવ્યા

મુંબઈ આયોજિત રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા જાન્યુઆરી માસમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન થયેલ હતું. જેમાં નેશનલ કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. એ માટેની ફી ૧૫૦૦  રૂપિયા હતી. પે.સેન્ટર શાળા નંબર-1 સાવરકુંડલાના ૧૧ વિદ્યાર્થીઓએ ૧૫૦૦ રૂપિયા ફી ભરીને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાં ધોરણ ચોથાનો વિદ્યાર્થી ટાંક માધવ હરેશભાઈએ ઓલ ઇન્ડિયામાં થર્ડ રેન્ક પ્રાપ્ત કરી સ્માર્ટ વોચ અને ટ્રોફી મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. કે.જી. વિભાગમાં રાવળ વિષ્ણુવૃત યોગેશભાઈએ ગિફ્ટ સાથે મેડલ મેળવેલ છે. તેમજ સોલંકી વિરંજી ઓમ રામભાઈએ કલરીંગ કોમ્પિટિશનમાં સ્પેકચલર પર્ફોર્મન્સ એવોર્ડ મેળવેલ. ધોરણ-૫ ના વિદ્યાર્થી કડેવાળ ગૌતમ સનીભાઈએ  હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનમાં સ્પેકચલર પર્ફોર્મન્સ એવોર્ડ મેળવેલ. ધોરણ ત્રણના વિદ્યાર્થી બગડા રુદ્ર જીતેન્દ્રભાઈ તેમજ ધોરણ છ માંથી બગડા નમન જીતેન્દ્રભાઈએ કલરિંગ કોમ્પિટિશનમાં એનર્જીંગ યુથ આર્ટિસ્ટ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ધોરણ સાતના વિદ્યાર્થી ગોલીતર વિક્રમ ગણપતભાઈ તેમજ ધોરણ ૮ ના વિદ્યાર્થી સુહાગિયા દિપ આશિષભાઇ એ હેન્ડરાઇટિંગ વિભાગમાં એનર્જીગ યુથ આર્ટિસ્ટ એવોર્ડ મેળવેલ છે. ધોરણ બે સીતાપરા ધ્યાનવી અલ્પેશભાઈ તેમજ ધોરણ સાતના વિદ્યાર્થી વરુ ઉમેશ મોતીભાઈએ કલરીંગ કોમ્પિટિશનમાં કોન્સોલેશન  એવોર્ડ મેળવેલ છે. તેમજ ધોરણ ૧૧  મકવાણા ધ્રુવી કેતનભાઇએ સ્કેચિંગ વિભાગમાં કોન્સોલેશન એવોર્ડ મેળવેલ છે. આમ વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી સ્માર્ટ વોચ, ટ્રોફી, મેડલ, ગિફ્ટ વગેરે મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે. તે બદલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષિકાબહેન શ્રી શિલ્પાબેન દેસાઈ દ્વારા રંગોત્સવ સેલિબ્રેશનનું વ્યવસ્થાપન માર્ગદર્શન તેમજ સફળ સંચાલન કરવામાં આવેલ. તેમની આવી સુંદર કામગીરી બદલ રંગોત્સવ સેલિબ્રેશન તરફથી ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર એવોર્ડ  અપાયેલ છે .શાળાની એસએમસી કમિટીના હોદ્દેદારો તથા વાલીઓની વિશાળ ઉપસ્થિતિમાં વાલીઓના વરદ હસ્તે બેનશ્રીને અર્પણ કરવામાં આવેલ .શાળાના આચાર્યશ્રી જાદવસાહેબનું  સન્માન કરવામાં આવેલ. તેમજ શાળાને હાઈએસ્ટ પર્ફોર્મન્સ એવોર્ડ પણ આપવામાં આવેલ. અલ્પેશભાઈ સીતાપરાએ રંગોત્સવ સેલિબ્રેશનમાં  સહકાર આપેલ. ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં વિજેતા થયેલા ૧૧  વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારને શાળા પરિવાર ખુબ ખુબ ધન્યવાદ પાઠવેલ, તેઓ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ….

Related Posts