પોઇચામાં પૂજામાં વ્યસ્ત કર્મકાંડીની કારમાંથી ૨ લાખની મત્તાની ઉઠાંતરી કરી
નર્મદા જિલ્લાના પોઇચા ખાતે કર્મકાંડીની કારનો કાચ તોડી તસ્કરો એક લાખ રૂપિયા રોકડા તથા અન્ય સામાન મળી કુલ ૨ લાખ રૂપિયાની મત્તાનો હાથફેરો કરી ગયાં છે. મોરબીના સનાડા રોડ પર આવેલ ચંદ્રેશનગર માં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા વિશાલ હરેશ ત્રિવેદી મોરબીના યજમાનોને લઈને સવારે પોઈચાના ભાઠામાં પોતાની કાર નર્મદા કિનારે પાર્ક કરી હતી. કિંમતી સમાન અને પર્સ સહીત બધી ચીજવસ્તુઓ ગાડીમાં મુકી રાખી હતી. જાેકે ૧ વાગ્યાની આસપાસ વિધિ પતાવીને પરત ફરતા જાેયું તો ડ્રાઇવર સાઈડનો કાચ ગાડીનો તોડી ૧,૦૫,૦૦૦ રોકડ રૂપિયા, સોના ની વીટીઓ, ગ્રહોના નંગ અને આઇપેડ સહીત ૨,૦૫,૦૦૦ નો મુદ્દામાલ આ ગેંગ ચોરી કરી ગઈ છે.
જે બાબત ની રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ.જે.કે. પટેલે આ ચોર ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. નર્મદા જિલ્લો પ્રવસાન સ્થળ તરીકે હોટ ફેવરિટ બન્યો છે સાથે પોઇચા નર્મદા કિનારાનું પણ અતિ મહત્વ હોય પ્રવાસીઓ ની અવરજવર વધતા ગાડીના કાચ તોડી ગાડીમાંથી સમાન ચોરી કરતી એક ગેંગ સક્રિય બની છે. નર્મદા નદીમાં નાહવા કે વિધિ કરવા ગયેલા પ્રવાસીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા ગયેલા , ઝરવાણી ધોધ જાેવા ગયેલા પ્રવાસીઓ જેમની ગાડી પાર્કિંગમાં બે થી ત્રણ કલાક તો પડી જ હોય અને આ કારોના કાચ તોડતી ટોળકી સક્રિય બની છે.
Recent Comments