અમરેલી

પોતાના અગાસી ઉપર શાકભાજી ઉગાડી લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનતાં સાવરકુંડલાના પ્રતિષ્ઠિત તબીબ ડો. એન. ડી. પાનસુરીયા.

આમ તો હવે સમય આવી ચૂક્યો છે. ઝેરી રસાયણો અને પેસ્ટીસાઈઝનો ઉપયોગ ટાળવાનો કોઈકે તો શરૂઆત કરવી પડશે.. ખાસકરીને રોજબરોજના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી, મસાલા અને ઘઉં, જુવાર બાજરો, ચોખા, કઠોળ વગેરે. અરે આજના યુગમાં દૂધ પણ સો ટકા શુધ્ધ અને સાત્ત્વિક મળવું ખૂબ અઘરુ છે. પશુપાલન વ્યવસાય કરવા માટે પણ સામર્થ્ય કેળવવું પડશે. ઈઝરાયેલ જેવા નાનકડાં દેશમાં તો લોકો પોતાના માટેનું શાકભાજી તો પોતાના આંગણે વાવે છે.. ભારતમાં ઘણી જમીન પડતર રહેવા છતાં હજુ તેનો પર્યાપ્ત માત્રામાં તેનો ઉપયોગ નથી થઈ  શકતો એવી પરિસ્થિતિમાં પણ અમુક વ્યક્તિઓ છે જે જમીનનો તો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે પરંતુ અગાશીમાં રહેલી જગ્યાનો પણ ખૂબ વ્યવસ્થિત ઉપયોગ કરે છે.

આજે એવા એક તબીબની વાત કરવી છે. જેનું નામ છે ડો. એન ડી પાનસુરીયા.. પોતે પોતાનુ ક્લીનીક  સાવરકુંડલા શહેરમાં ચલાવે છે . પોતે આયૂષ ડોક્ટર એસોશયેશનના પ્રમુખ તો છે જ પરંતુ પોતે પોતાની અગાસી પર જાતજાતના શાકભાજી પણ ઉગાડે છે. આપ પણ આ કાળઝાળ ગરમીમાં અને કાળઝાળ મોંઘવારીમાં આપના ઘરના ફળિયામાં કે ટેરેસ પર શાકભાજી ઉગાડી દવાના છંટકાવ વગરની શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. જે આપનું શારીરિક સ્વાસ્થ્ય તો તંદુરસ્ત રાખે છે અને આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જરૂર છે થોડું આ સંદર્ભે સકારાત્મક વિચારીને તેને અમલીકરણમાં લેવાનું.

Related Posts