પોતાના ભાષણોનો વિડીયો યુટ્યુબ પર મુકી મહિને ૪ લાખ કમાય છે નિતીન ગડકરી
જાે યુટ્યુબ પર કોઈ વીડિયોના સારા વ્યૂ આવે અને યુટ્યુબ ચેનલ પર સતત નવું કન્ટેન્ટ જાય તો તેને મોનેટાઈઝ કરી શકાય છે. તેના દ્વારા વીડિયો પર વિજ્ઞાપન આવે છે અને પૈસા મળે છે. ગુરૂવારે જ અન્ય એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ પોતાનો ભૂતકાળનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમના નવા નવા લગ્ન થયા હતા ત્યારે તેઓ રોડ બનાવડાવી રહ્યા હતા અને તે સમયે તેમણે પોતાના સસરાના ઘર પર બુલડોઝર ફેરવડાવી દીધું હતું. તેમના કહેવા પ્રમાણે પત્નીને કહ્યા વગર જ તેમણે સસરાના ઘર પર બુલડોઝર ચલાવડાવી દીધું હતું.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. ગુરૂવારે તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે કેટલીક જગ્યાએ સંબોધન પણ કર્યુ હતું. આ દરમિયાન નીતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે, તેઓ આજકાલ યુટ્યુબ દ્વારા જ દર મહિને ૪ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, કોરોના કાળમાં તેમણે કુકિંગ શરૂ કર્યું, તેઓ યુટ્યુબ વીડિયો જાેઈને ભોજન બનાવતા હતા. ત્યાર બાદ તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા અલગ-અલગ દેશોમાં ભાષણ આપવાની તક મળી. તેમણે જર્મની-ન્યૂઝીલેન્ડ-અમેરિકા સહિત અનેક દેશોમાં ભાષણ આપ્યું હતું. નીતિન ગડકરીના કહેવા પ્રમાણે તેમને દર મહિને માત્ર યુટ્યુબ દ્વારા જ ૪ લાખ રૂપિયા મળે છે કારણ કે, ભાષણના વીડિયો યુટ્યુબ પર હોય છે અને લોકો તેને જાેવે છે.
Recent Comments