તાજેતરના સમયમાં ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે માનસિક આરોગ્યને લગતી સમસ્યા અને તેમાં રાહત માટે થેરાપીની અસરકારકતા અંગે વાત કરી છે. દીપિકા પાદુકોણ, આમિરની દીકરી ઈરા ખાન બાદ હવે ફાતિમા સના શેખે મેન્ટલ થેરાપીની મદદ લીધી હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, થેરાપીના કારણે જ હું દોઢ વર્ષ બાદ પાછી ફરી છું. આ થેરાપી દરેક વ્યક્તિએ લેવી જાેઈએ. માનસિક રીતે નબળાં વ્યક્તિએ જ સારવાર લેવી જાેઈએ તે માન્યતા ખોટી છે.
પોતાની જાતને વધારે સારી રીતે સમજવા માટે થેરાપી જરૂરી છે. મનની જટિલતાને સમજવામાં થેરાપી મદદરૂપ બને છે અને તેના કારણે પોતાની જાત પ્રત્યે વધુ ઉદાર બની હોવાનું ફાતિમા સના શેખે જણાવ્યુ હતું.. ફાતિમાએ જણાવ્યું હતું કે, અગાઉ તે દરેક બાબત માટે પોતાની જાતને ગુનેગાર સમજતી હતી, પરંતુ થેરાપી બાદ પોતાની જાત પ્રત્યે વધુ ઉદાર બની છું.
અગાઉ હું સારી છું તેવું અનુભવવા માટે બહારથી લોકોના અભિપ્રાય પર ર્નિભર રહેતી હતી. મારી જાત માટે હું ટીકાકાર હતી અને ખૂબ આકરું વલણ રાખતી હતી. મેન્ટલ થેરાપીના કારણે વિચાર પ્રક્રિયામાં ફેરફાર આવ્યો અને તેના કારણે જાત પ્રત્યેની ઉદારતા વધી. માનસિક સમસ્યાની એક પેટર્ન હોય છે અને તેમાં ફસાવાના બદલે તેને દૂર ધકેલવાનું જરૂરી છે. થેરાપી અંગે સહજતાથી વાત કરવાની સાથે ફાતિમા સના શેખે ખુલાસો કર્યો હતો કે, માનસિક સમસ્યા અંગે ખુલીને વાત કરવામાં અને થેરાપિસ્ટ સુધી જવામાં મારે ચાર વર્ષ લાગ્યા હતા. મને લાગતું હતું કે, મારી તકલીફ અંગે થેરાપિસ્ટને કંઈ ખબર નહીં પડે. શરૂઆતમાં ખચકાટ થશે, પરંતુ તેમની મદદ લેવી જાેઈએ. મદદ લેવાથી આણે નબળા નથી થઈ જતા.
Recent Comments