fbpx
ગુજરાત

પોતાની દીકરી મળતાં માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા

વડોદરા જિલ્લાના પાદરા પાસેના ગામના ૨૮ વર્ષની ઉંમરે પતિની છત્રછાયા અને તેમની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ભર યુવાનીમાં વિધવા બનેલી યુવતી તેની દીકરી સાથે આગળની જિંદગી જીવવા માટે પુનઃ લગ્ન કર્યા હતા. જે તેના પૂર્વ સાસરી પક્ષને પસંદ પડ્યું ન હતું. યુવતી પોતાની દીકરી અને પૂર્વ પતિની નિશાનીરૂપ બાળકીને પોતાની સાથે લઈ જવા માગતા હતા. જાેકે, બીજી બાજુ યુવતીનો દીયર અને દેરાણી પણ પોતાના મૃત્યુ પામેલા ભાઇની નિશાની રૂપ માસુમ દીકરીને આપવા માગતા ન હતા.

યુવતી તેના બીજા પતિ સાથે ખુશ હતી. બીજા પતિથી પણ તેને પુત્ર જન્મ થયો હતો. પરંતુ, યુવતીને પોતાની પ્રથમ દીકરીમાં જીવ હતો. પોતાની પ્રથમ પુત્રીને પોતાની પાસે લાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. યુવતીને તેની પ્રથમ દીકરી અપાવવા તેનો બીજાે પતિ પણ મદદ કરતો હતો. પરંતુ, યુવતીની પૂર્વ સાસરીના દીયર અને દેરાણી અવસાન પામેલા ભાઇની નિશાની રૂપ દીકરી આપતા ન હતા. યુવતી બીજા લગ્નજીવનથી ખુશ હતાં. બીજા લગ્નજીવનમાં દીકરાનો જન્મ થતાં ખુશી બેવડાઈ હતી. પરંતુ, પોતાના કુખે પ્રથમ જન્મેલી દીકરી પાસે ન હોવાથી દુઃખી હતા. દરમિયાન, કોઈ વ્યક્તિએ યુવતીના બીજા પતિને ૧૮૧ હેલ્પલાઇનની મદદ મેળવવા માહિતી આપતા તેઓએ અભયમ ટીમને કોલ કરી પોતાની પત્નીને અગાઉની સાસરીમાંથી દિકરી પરત અપાવવા વિનંતી કરી હતી. આ ચાઇલ્ડ કસ્ટડીનો કેસ છે. જેમાં તમે કોર્ટ રાહે કાર્યવાહી કરવી પડે. પરતુ, તેઓએ એક વખત અભયમ પ્રયત્ન કરે તેવો આગ્રહ રાખતાં અભયમ ટીમે દીયર દેરાણીને અસરકારકતાથી સમજાવ્યું હતું કે, દિકરી નાની હોવાથી તેની સાર સભાળ તેની માતા વધુ સારી રીતે લઇ શકે. આ ઉપરાંત ઉંમર વધતાં તેનો અભ્યાસ કરાવવો અને તેની કાળજી રાખવી પડશે, જેથી આપ દીકરી તેની માતાને સોંપી દેશો તો તેને માતા અને પિતાનો પ્રેમ મળી શકશે.

જેથી તેઓ દીકરીને તેની માતાને સોંપવા સંમત થયા હતાં. પોતાની દીકરી મળતાં માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેઓએ લાગણી પૂર્વક અભયમ ટીમનો આભાર માન્યો હતો. વડોદરામાં ૨૮ વર્ષની ઉંમરે વિધવા બનેલી યુવતીએ આગળની જિંદગી જીવવા માટે બીજા લગ્ન કર્યા હતા. યુવતીના પૂર્વ પતિની નિશાનીરૂપ ૪ વર્ષની દીકરીને પૂર્વ સાસરીયા આપતાં હતાં અને દીકરીને તેની માતાને આપતા નહોતા. અનેક પ્રયાસો બાદ પણ પોતાની દીકરી ન મળતા તેણીએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે બાળકીને તેની માતાને ન આપનાર દીયર અને દેરાણીનું સમજાવી તેની જનેતાને અપાવી બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. લાબા સમય બાદ દીકરી મળતા માતા પોતાના હર્ષના આસું રોકી ન હતી.

Follow Me:

Related Posts