બોલિવૂડ

પોતાને નસિબદાર સમજે છે મલાઇકા અરોરા

અભિનેત્રી મલાઇકા અરોરા ખાન પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ હાલમાં અર્જૂન કપુર સાથે રિલેશનશીપમાં છે. તે ફિલ્મોથી દૂર છે. પરંતુ ટીવી પરદે રિયાલીટી શો થકી અને સોશિયલ મિડીયા થકી સતત ચાહકોની સામે રહે છે. મલાઇકાએ કહ્યું હતું કે મારા માટે સ્વતંત્રતા ખૂબ જ મહત્ત્વની છે. તે હવે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને હોસ્ટ કરવાની છે. આ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે સ્વતંત્રતા સૌથી મહત્ત્વની છે. હું જ્યાં કામ કરું છું એ ફીલ્ડમાં મને હંમેશાં સારું કામ કરવા માટે પ્રોત્સાહન આપનાર માણસો મળ્યા એની મને ખુશી છે અને એ માટે હું પોતાને નસીબદાર પણ માનું છું. હું ઘણું સંશોધન કરી પછી જ કોઇપણ કામ હાથ પર લઉ છું.ં ઘણા એકસપર્ટની સલાહ લઉં છું અને તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમનું બૅકગ્રાઉન્ડ શું છે એ ચેક કર્યા બાદ કોઇની પણ સાથે કામ કરું છું. મારું માનવું છે કે દરેક મહિલા લાગણીને લઇને અને આર્થિક રીતે સ્વતંત્ર હોવી જાેઇએ.

Related Posts