પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમીંગ ક્લબ દ્વારા ૧૦ વર્ષથી વધુ સમયથી ચોપાટી દરિયા કિનારા ખાતે સ્વિમીંગની સાથે સાથે સ્વિમીંગ શીખવામાં રસ ધરાવતા લોકોને તાલીમ પણ આપવામાં આવે છે. આ ક્લબના સભ્યો જાણે આંતરરાષ્ટ્રીય તરણની તૈયારીઓ શરૂ કરવા જઇ રહ્યાં હોય તેવા જોશ સાથે ૧૦ મિત્રોએ ૭ કીમી સુધીની સ્વિમીંગ પુર્ણ કરી આ સાહસવીરોને ક્લબે બિરદાવ્યા હતાં.
પોરબંદરની ચોપાટી દરિયા કિનારા ખાતે તાજેતરમાં જ ઓપન પોરબંદર અને નેશનલ સ્વિમીંગ કોમ્પિટીશન યોજવામાં આવી હતી. પોરબંદરમાં દરિયો ખુંદવા અવાર નવાર સાહસવીરો દુર દરિયામાં સ્વિમીંગ કરતા હોય છે. શ્રી રામ સી સ્વિમીંગ ક્લબના સભ્યો દ્વારા પોરબંદરના દરિયામાં જે લોકોને સ્વિમીંગમાં રસ ધરાવતા હોય તેવા લોકોને તાલીમ પણ આપવામાં આવે છે. પોરબંદરના દરિયામાં સ્વિમીંગ કરવા લોકો વધુ રસ દાખવે તે માટે સ્પર્ધા પણ યોજવામાં આવે છે. તાજેતરમાં જ બે અલગ અલગ કોમ્પિટીશન યોજાઇ હતી. જેમાં વિજેતાઓને સન્માનીત પણ કર્યા હતા. તો હવે શ્રી રામ સી સ્વિમીંગ ક્લબના સભ્યો જાણે આંતરરાષ્ટ્રીય તરણની તૈયારીઓ શરૂ કરવા જઇ રહ્યાં હોય તેવા જોશ સાથે ટુંક સમયમાં નક્કી કરી અને ૧૦ મિત્રોએ ૭ કીમીની સમુદ્રી તરણ પુર્ણ કર્યું. આ શુરવીરો કાયમી પોરબંદરના સમુદ્રમાં બે થી ત્રણ કીમી તરણ કરતા હોય છે. જેમાં ડો. નિરલ કોટક, રસીતભાઇ રૂઘાણી, કૈલાશભાઇ ઢાંકી, ડો. દર્શક પટેલ, ચેતન ઝાલા, હરેશ આહિર, કેતન નાંઢા, દિનેશ પરમાર, જીજ્ઞેશ બાદરશાહી, અંકિત સોનેરી, હરિશભાઇ પાંઉ અને જીતેશભાઇ રાડિયાએ આ લાંબા અંતરનો સમુદ્ર તરણનો પડકાર જીલ્યો અને દરિયો ખુંદવા નિકળી પડ્યા હતાં. આ તરવૈયાઓ ચોપાટીથી રતનપર બીચ સુધી ૬ કલાકથી વધુ લાંબા સમય સુધી દરિયામાં તરતા રહ્યાં હતાં. આ તરવૈયાઓને તમામ સુવિધા પુરી પાડવા રેસક્યૂ બોટ સાથે ભરત મેસ્વાણિયા, મુન્નાભાઇ અને હિરેન જેબર સાથે રહ્યાં હતાં અને આ ૭ કીમીની સમુદ્રી તરણ પુર્ણ કર્યું હતું.
પોરબંદરથી રતનપર બીચ સુધી ૭ કીમીના દરિયામાં લાંબા અંતરનાં તરણનો પડકાર જીલતા તરવૈયા

Recent Comments