કાટવાણા ગામે ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ૯ લાખ કરતા વધારેના સોનાના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાટવાણા ગામની આથમણી બાજુ જતા વાડી વિસ્તારમા રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ફરીયાદી રામ નોંઘણ ગોરાણીયા ઉ.વ.૩૦નાએ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ૦૯-૦૮-૨૨ના રાત્રીના દરમિયાન તેમના રહણાંક મકાનમા આવેલ ઓસરીનું તાડુ તોડી અને ત્યાર બાદ અંદરના રૂમનો આગરીયો તોડી મકાનની અંદર કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવશે કરી મકાનની અંદર પડલે લાકડાના બંને કબાટમાથી સોનાના દાગીના આશરે ૨૦ તોલા જેની કિમત ૯ લાખ તથા રોકડ ૧૧,૫૦૦ મળી કુલ રૂપિયા ૯,૧૧,૫૦૦ની કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે. ઘટનાને પગલે બગવદર પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ આઈપીસી ની કલમ ૩૮૦,૪૫૪ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.સી.ગોહિલ ચલાવી રહ્યાં છે.
પોરબંદરના કાટવાણા ગામેથી ૯ લાખથી વધારેની ચોરીની ફરિયાદ નોંધાઈ

Recent Comments