પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત છ્જી, દ્ગઝ્રમ્ અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. ૫૦૦ કરોડથી વધુ કિંમતના ૫૦૦ કિલો ડ્રગ્સ સાથે છ ઈરાનીઓને ઝડપ્યા છે. પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત છ્જી, દ્ગઝ્રમ્ અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. ૫૦૦ કરોડથી વધુ કિંમતના ૫૦૦ કિલો ડ્રગ્સ સાથે છ ઈરાનીઓને ઝડપ્યા છે. દિલ્હી દ્ગઝ્રમ્ ટીમને બાતમી મળી હતી કે પોરબંદરના દરિયામાં બોટ દ્વારા ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે, દિલ્હી દ્ગઝ્રમ્ ટીમે નેવીનો સંપર્ક કર્યો અને મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું. જેમાં દરિયામાં એક બોટ રોકાઈ હતી. આ ઓપરેશનમાં ગુજરાત છ્જીની ટીમ અને ગુજરાત દ્ગઝ્રમ્ના કેટલાક અધિકારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૯ મહિનામાં પોરબંદરના દરિયામાંથી ૩૬૦૦ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. દિલ્હી દ્ગઝ્રમ્ ટીમે નેવીની મદદ લીધી કેન્દ્રીય એજન્સીએ દરિયામાં એક બોટમાંથી કરોડો રૂપિયાની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા છે. જેમાં ગુજરાતના દરિયામાં ડ્રગ્સના જથ્થા સાથે એક બોટ આવી હોવાની માહિતી મળી હતી. જેના આધારે દ્ગઝ્રમ્ દિલ્હીની ટીમે તેને રોકવા માટે નેવીની મદદ લીધી હતી. છ ઈરાનીઓ ઝડપાયા ગત રાત્રે નેવી, એનસીબી અને એટીએસ દ્વારા ગુજરાતના દરિયામાં જંગી માત્રામાં ડ્રગ્સ આવવાની માહિતીના આધારે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સુરક્ષા એજન્સીના હાથે છ ઈરાનીઓને નાર્કોટીક્સ સાથે પકડી પોરબંદરના ઓલ વેઈર બંદરે લવાયા હતા.
ત્યાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે તેને એસઓજી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. ૫૦૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત હાલમાં મોડી રાત્રે શરૂ કરાયેલી કાર્યવાહીમાં ૫૦૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. કેન્દ્રીય એજન્સીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ પોરબંદરના દરિયામાંથી દ્ગઝ્રમ્, છ્જી અને કોસ્ટગાર્ડે ૬૦ કરોડની કિંમતનો ૧૭૩ કિલો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ સાથે એજન્સીઓએ ૨ લોકોની ધરપકડ પણ કરી છે. એક દિવસ અગાઉ ૬૦૦ કરોડની કિંમતનું ૮૬ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ જથ્થાના લગભગ બે મહિના પહેલા પોરબંદરના દરિયામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૩,૧૩૨ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એનસીબી, ગુજરાત એટીએસ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ અલગ-અલગ પ્રકારની દવાઓ મળી આવી હતી. બોટમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની પણ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
Recent Comments