પોરબંદરના નેત્રમ પ્રોજેક્ટની મદદથી ઉત્તરપ્રદેશના અપહરણના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામા સફળતા મળી હતી. જેમા ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના દનકોર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૧૪૧/૨૦૨૨ના આઈપીસી ૩૬૩ મુજબના ગુનાનો આરોપી પોરબંદર શહેરમા હોવાની માહિતી ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ હતી.
જેથી આરોપીને શોધવા દનકોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતો,જે દરમિયાન કિર્તીમંદિર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીનો ફોટો પોરબંદર શહેરમાં લગાવેલ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવીમાં સર્ચ કરવા માટે નેત્રમ (કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર) ખાતે મોકલવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા આપવામા આવેલ વર્ણન અને ફોટોના આધારે જાણવા મળેલ કે આરોપી અસ્માવતી ઘાટ નજીક લોકેશન પર વહેલી સવારના અરસામાં નીકળેલાનુ માલુમ પડ્તા તપાસ હાથ ધરવામા આવી હતી.
તે મુજબના સંલગ્ન કેમેરા ચેક કરવામા આવતા આરોપી પ્રાઇવેટ બસના માધ્યમથી રાજકોટ જવા માટે નિકળેલાનુ માલુમ પડ્યુ હતું. જે હકિકત મુજબ બસના માલિક અને ડ્રાઇવરની મદદથી અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ ડી.પી.ઝાલા અને તેમના સ્ટાફની મદદથી સદરહુ ગુન્હાના આરોપીને ઝડપી પાડી ઉત્તરપ્રદેશ પોલીસ સ્ટાફને સોંપવામા આવેલ હતો.
આમ ગણતરીની કલાકોમા સીસીટીવીના માધ્યમથી આરોપીને શોધવામાં સફળતા મળી હતી. દનકોર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પોરબંદર શહેરના કિર્તીમંદિર પોલીસ સ્ટાફ તેમજ નેત્રમ(કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સ્ટાફ) અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
Recent Comments