સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરની ચોપાટી અખાડા પાસેથી ભાજપના આગેવાન સહિત ૬ પીધેલા ઝડપાયા

પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નશો કરેલી હાલતમાં ૧૦ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. મહત્વની વાત એ છેકે, ૧૦ શખ્સ માંથી ૬ શખ્સ ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલ અખાડા પાસેથી નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જેમાં ભાજપના આગેવાન અને વાધેશ્વરી પ્લોટમાં રહેતા જીતુ મેપા ભરાડા, હિતેશ માવજી લોઢારી, કમલેશ દેવજી ભાદ્રેચા, યોગેશ જાદવ ગોહેલ, પંકજ દેવજી ભાદ્રેચા અને મુકેશ રામજી ગોહેલ ને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદરની ચોપાટી અખાડા પાસેથી ભાજપના આગેવાન સહિત ૬ સહિત નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. પોરબંદરમાં દારૂનું દુષણ વધી રહ્યું છે. તેમાં ઓન તહેવાર દરમ્યાન દારૂની બદી વધુ જાેવા મળે છે.

Related Posts