પોરબંદરની બે બોટ સમેત ૧૧ માછીમારોનું જખૌ જળસીમાએથી અપહરણ
પોરબંદરની બે બોટમાં સવાર ૧૧ માછીમારો જખૌની જળસીમાએ દરિયામાં માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયું હતું. આ માછીમારો ગીરસોમનાથ અને નવસારી વિસ્તારના હતા. કચ્છના જખૌ જળ સીમાએ ફિશીંગ ઝોનમાં માછીમારી કરતા ૧૧ માછીમારોનું પાકિસ્તાન એજન્સી અપહરણ કરી ગઇ છે. પોરબંદરની રિદ્ધિસિદ્ધિ અને શ્રીગણેશ નામની બે બોટમાં નવસારી અને ગીરસોમનાથના ૧૧ માછીમારો જખૌની જળ સીમાએ માછીમારી કરતા હતા, આ માછીમારો ફિશિંગ ઝોનમાં જ માછીમારી કરતા હતા.
દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયું હતું. મત્સય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, માછીમારો જખૌની જળસીમામાં ફિશીંગ ઝોનમાં જ માછીમારી કરતા હતા. અપહરણ થયું છે તે ખલાસીઓના પરીવારજનોને જીવન નિર્વાહ માટે સરકારી યોજના મુજબ સહાય ચુકવવામાં આવશે. કચ્છની જળ સીમાએથી છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી કુલ ૧૦ બોટ અને ૬૧ માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.
Recent Comments