અર્ધનગ્ન અવસ્થામાં બંનેના મૃતદેહ મળી આવ્યા પોરબંદરમાં એક કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. પોરબંદરમાં એક બંધ ગેરેજમાંથી યુવક અને સગીરાના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંધ ગેરેજની અંદર ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરતા પ્રેમીપંખીડાના મોત થવાથી ચારેતરફ ચર્ચા ઉઠી છે. બન્યું એમ હતું કે, પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪ માં આવેલ એક ગેરેજમાંથી આજે એક યુવક અને યુવતીનો અર્ધનગ્ન અવસ્થામાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ યુવક અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકનો મૃતદેહ ગેરેમાં જ કામ કરતા ૧૯ વર્ષીય યુવક નિખીલ મહેન્દ્ર મસાણીનો હતો. તો તેની સાથે તેની ૧૭ વર્ષીય સગીર મિત્ર હતા. નિખીલ મસાણી આ ગરેજમા જ કામ કરતોો હતો.
તેણે પોતાના મિત્રને બહારથી ગેરેજ બંધ કરવાનુ કહ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી યુવક અને સગીર યુવતી બંને ગેરેજમાંથી બહાર ન આવતા તેને શંકા ગઈ હતી. તેથી તેણે આ અંગે ગેરેજના માલિકને જાણ કરી હતી. જેથી ગેરેજના માલિક ત્યાં આવી પહોંચ્યા હતા. ગેરેજના માલિકે શટર ખોલતા જ તેઓ ચોંકી ગયા હતા. અંદર નિખીલ અને યુવતીનો મૃતદેહ પડ્યો હતો. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બંને યુવક અને યુવતીઓનું મોત ગાડી ચાલુ હોવાથી નાના એવા ગેરેજમાં ફેલાયેલા ધુમાડાને કારણે ગુંગળામણથી થયુ હોઈ શકે છે.
Recent Comments