fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરમાં એક ડઝન ગાયોમાં લમ્પી વાયરસના કેસ જાેવા મળ્યા

પોરબંદર જિલ્લામાં ૧૨ જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જાેવા મળ્યાં છે. જેમાંથી ૧ ગાયનું મોત પણ નિપજ્યું છે. શંકાસ્પદ ગાયોનો લેબ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે માટે વોલ બ્લડના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ.ડી.આઈ.ઓ જૂનાગઢની ટીમ હાલ પોરબંદર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર જીઆઈડીસી વિસ્તારમાં આઇસોલેટ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ લમ્પી વાયરસના કેસ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે. પોરબંદરમાં શંકાસ્પદ લમ્પી સ્કિન રોગથી એક આખલાનું પણ મૃત્યુ થયું છે. જ્યારે હાલ એક ગાયનું મૃત્યુ થયું છે. જાેકે, જિલ્લામાં વધુ ૧૨ ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જાેવા મળતા તમામને આઈસોલેટ કરવામાં આવી છે.

પોરબંદર ઉપરાંત જામનગરમાં પણ અનેક ગાયોમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા હતા. જામનગરના છેલ્લા એક મહિનામાં લમ્પી વાયરસના ૨૧૭થી વધું કેસ નોંધાયા છે. ત્યારે જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાયને થતા લમ્પી વાઈરસના લક્ષણોની વાત કરીએ તો, ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસ થાય છે. સૌ પ્રથમ વખત તાવ આવવો, ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા થાય, નાકમાંથી પાણી અને અને વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો લોહી પણ નીકળે છે. તદઉપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે. સાવચેતીનાં પગલારુપે ખાસ કરીને જે પશુમાં લક્ષણો જાેવા મળે એ પશુઓને બીજા પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, તેમાં જુ, ઇતરડી, ચાંચડ, મચ્છર વિરોધી દવાનો છંટકાવ કરવો. અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાયરસ કાબુમાં આવી શકે છે.પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ જાેવા મળ્યા છે. ૧૨ જેટલી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો જાેવા મળ્યાં છે. જેમાંથી ૧ ગાયનું મોત પણ નિપજ્યું છે. ગાયોમાં શંકાસ્પદ લમ્પી વાયરસને લઈ એ.ડી.આઈ.ઓ જૂનાગઢની ટીમ પોરબંદર પહોંચી છે.

Follow Me:

Related Posts