પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. સુભાષનગરમાં કેરબામાંથી ૭થી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પી લેતા ૨ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૫ લોકો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના સુભાષનગરમાં કેમિકલ પીવાથી બે યુવકોના મોત થયા છે. માછીમારી દરમિયાન કેનમાંથી કેમિકલ પીતા સુરેશ અને વિઠ્ઠલ પરમાર નામના યુવક મોતને ભેટયા હતા. જયારે એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. ઘટનાની વાત કરીએ તો બે દિવસ પહેલા માછીમારી દરમિયાન દરિયામાંથી સીલ બંધ કેમિકલ ભરેલ કેન મળી આવ્યું હતું. કેન ભરેલ કેમિકલનો બે યુવકોએ ટેસ્ટ કરતા મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે હારબર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કેમિકલ કયા પ્રકારનું હતું તે હ્લજીન્ના રિપોર્ટ બાદ સામે આવશે. પોરબંદર સમુદ્રમાંથી મળેલ કેમિકલ બાદ પોલીસ હરકતમાં આવી છે. સમુદ્રમાં કેમિકલ પદાર્થ મળે તો સેવન નહીં કરવા અને સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. કેમિકલ પીવાથી બે વ્યક્તિના મોત બાદ શુભાસનગર વિસ્તારમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું છે.
પોરબંદરમાં દારૂ સમજીને કેમિકલ પી લેતા ૨ લોકોના મોત

Recent Comments