સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરમાં મહિલાએ કેન્સર થયાની શંકામાં આત્મહત્યા કરી

પોરબંદર જીલ્લાના માધવપુર ગામે રહેતા ૧૯ વર્ષીય યુવાન અશ્વિનકુમાર કિશોરભાઇ સેવાણીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજયું હતું.જયારે કે અન્ય એક બનાવમાં માધવપુર નજીકના ગોરસર ગામે રહેતા રાંભીબેન ફોગાભાઇ વાઢેર નામની મહિલાને છેલ્લા ૨ માસથી દાઢનો દુઃખાવો રહેતો હતો જેથી તેઓને એવી માન્યતા થઇ ગઇ હતી કે તેમને કેન્સર થઇ ગયું છે અને હવે આ કેન્સરનો રોગ મટશે નહી. આવી માન્યતાના ભયને લીધે રાંભીબેને પણ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લેતા તેમનું પણ દુઃખદ મોત નિપજયું હતું. આ બંને આપઘાતના બનાવો અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એલ. પરમારે હાથ ધરી છે. નોંધનીય છેકે, આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.પોરબંદર જીલ્લાના માધવપુર ગામે રહેતી ૧ મહિલાએ અને ૧ યુવાને ગળાફાંસો ખાઇ લેતા બંનેનું દુઃખદ મોત નિપજયું હતું. આપઘાત કરી લેનાર યુવાને યુવાને અગમ્ય કારણોસર અને મહિલાએ પોતાને કેન્સર થયું હોવાની માની લઇને ગળાફાંસો ખાઇ લેતા બંનેનું દુઃખદ મોત નિપજયું હતું.

Related Posts