નાના વાછરડા સહિત ૮થી ૧૦ જેટલી ગાય પર એસિડ ફેંકવામાં આવ્યું હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થયા હતા અને આ અંગેની જાણ હિન્દુ સમાજના આગેવાનો સુધી પહોંચી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગાયની હાલત જાેઈ તેઓ ચોંકી ઊઠયા હતા. ે ગાય પર એસિડ ફેંકવાનું કૃત્ય અસામાજિક તત્ત્વોએ કર્યંસ છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આવું કૃત્ય કરનાર તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી અને આજે કાર્યકરો દ્વારા કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઇ ને આવેદન પત્ર આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે.
તાકીદે અસામાજિક તત્વોને પકડવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવવામાં આવશે તેવુ પણ જણાવ્યું હતું. મહેસાણા જિલ્લામાંના વિસનગર શહેરમાં એક ક્રૂર ઘટના બની છે. જેમાં કાંસા એન.એ.વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલાઓ પર અજાણ્યા ઈસમો દ્વારા એસિડ ફેંકી માનવતાને લજવતું કામ કરવામાં આવ્યું છે. ત્રણ આખલા પર એસિડ ફેંકતા સ્થાનિક લોકોની મદદથી આકલાઓને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આણંદમાં અજાણ્યા નારાધમોએ મૂંગા ગૌવંશ પર ર્નિદયી અત્યાચાર કર્યાની ઘટના સામે આવી છે. શહેરની ત્રણ જાહેર જગ્યા ઉપર ગૌ વંશ પર અજાણ્યા નારાધમોએ એસિડ એટેક કરતા નગરજનો અને ગૌ સેવકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
વળી આ એસિડ એટેકથી પીડિત બે ગૌ વંશનું મોત થતાં ગૌ-સેવકો આંદોલિત થયા છે. નગરમાં ગૌ વંશને છુટા મૂકતા પશુપાલકો અને નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ નક્કર આયોજન કરે તેમ નગરના જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે.પોરબંદરમાં અસામાજિક તત્ત્વોએ ક્રૂરતા દાખવી ગાયો પર એસિડ ફેંકયું હતું, જેથી આ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે. પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં કોઈ શખસો દ્વારા ગાયો પર એસિડ ફેંક્યું હોવાનું સ્થાનિકોની નજરે ચડ્યું હતું.
Recent Comments