ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર નામ પુરતીજ રહી ગઈ હોય તેવા કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પણ મહત્વની વાત તો તેમ છે કે આ કાળો કારોબાર કરનાર લોકોની શાન ક્યારે ઠેકાણે લાવવામાં આવશે? અવારનવાર પોલીસ દ્વારા મોટી રકમના દારુ ના જથ્થા પકડવામાં આવે છે, રાજ્ય પોલીસની સ્ટાર્કતના લીધેજ આ ગેરકાયદેસર દારૂનો ધંધો કરનાર લોકોના મનસૂબા સાકાર નથી થઈ રહ્યા.
ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાંથી પોલીસ દારૂનો મોટો જથ્થો પકડી પડયો છે. હાર્બર મરીન પોલીસે દારૂનો જથ્થો પકડયો હતો. આ મામલે હાર્બર મરીન પોલીસે કૂલ રૂ. ૩૪ લાખનો મુદામાલ કબ્જે કરીને ત્રણ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઈા વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનાં ૫૧૨ બોક્સ, જેની અંદર ૬૧૪૪ દારૂની બોટલો, ભારતીય બનાવટનાં વિદેશી દારૂના અલગ-અલગ કંપનીનાં સીલપેક કાચનાં ચપટાનાં બોક્સ ૭૩ કે જેની અંદર ૩૭૨૦ બોટલ, બિયરનાં ટીન બોક્સ ૪૧ જેમાં ૯૮૪ નંગ, અન્ય બોક્સ મળી કુલ ૬૩૦ બોક્સ દારૂ અને બિયરના ઝડપાયા છે.
સિલ્વર કલરની ઇનોવા તથા દારૂ બોક્સ મળી કુલ ૩૪,૧૨,૭૧૦ નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સાળુંકે તથા પોલીસ સ્ટાફની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા એએસઆઈ આર.એફ. ચૌધરી, બી.ડી. વાઘેલા તથા સર્વેલન્સ સ્કોડના પો. હેડ. કોન્સ. જી.આર.ભરડા તથા પો. કોન્સ. પરબતભાઇ બંધિયા, દીનેશભાઇ બંધિયા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધાયેલા ગુના મુજબ, કુછડી ગામે એક ટ્રકચાલક કુછવાડી વિસ્તારમાં દારૂનો જથ્થો ખાલી કરી ગયો હતો, જેથી બાતમીના આધારે હાર્બર મરીન પોલીસે કુછડી વાડી વિસ્તારમાં દરોડા પાડી વાડીનાં ગોડાઉનમાંથી વિદેશી દારુ તથા બિયરની ટીનના બોક્સ કબજે કર્યા હતા. આ મામલે સિલ્વર કલરની ઇનોવાના માલિક તથા કુછડી ગામ વેરણ સિમ ખાતેની વાડીની બાજુમાં આવેલ વાડીનાં માલિક તથા અન્ય ટ્રકચાલક સામે ગુનો દાખલ કરાયો છે.
Recent Comments