fbpx
ગુજરાત

પોરબંદર નગરપાલિકા દ્વારા રેકડીઓનું સ્થળાંતર કરવા કેહતા ધંધાર્થીઓની મુશ્કેલી વધી, રેંકડીધારકોમાં ભારે રોષ

પોરબંદર -છાંયા નગરપાલિકાને શહેરને સુંદર બનાવવાની લ્હાયમાં નાના ધંધાર્થીઓને મુશ્કેલીમાં મુકી રહી છે તેવો સુર ઉઠી રહયો છે. શહેરનાં અલગ- અલગ વિસ્તારોમાં મુખ્ય માર્ગોપરથી રેંકડી ધારકોને દુર કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કર્યુ છે. જેમાં નવયુગ વિધાલય નજીક ખાણીપીણીનાં ધંધાર્થીઓને પાલિકાએ જગ્યા ફાળવી છે. હવે પાલિકાએ આ ધંધાર્થીઓને એવું જણાવ્યું છે કે તેમને પોતાની રેકડી  રોજ લાવાની અને લઇ જવાની સૂચના આપતાં આ ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આ મુદે આજે ૩પ જેટલા રેંકડી ધારકો નગરપાલિકાનાં સતાધીશોને રજૂઆત કરવા જશે તેવું જાણવા મળી રહયું છે. પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા રૂપાળીબા બાગ, કમલાબાગ અને પેરેડાઇઝ સિનેમા પાસેથી ખાણીપીણી અને ફ્રુટનાં ધંધાર્થીઓનું સ્થળાંતર કરી અને વૈકલ્પીક જગ્યા ફાળવી છે. જેમાં નવયુગ વિધાલય નજીક ખાણીપીણીનાં ધંધાર્થીઓએ સ્થળાંતર બાદ પોતાનો વ્યવસાય સેટ કયો હતો. ત્યાં ગઇકાલે સોમવારે નગરપાલિકાએ આ ધંધાર્થીઓને એવી સૂચના આપી છે કે તેઓ અહીં રેંકડી રાખી નહીં શકે. તેઓને નિયમીત લાવાની અને લઇ જવાની રહેશે. પાલિકાની આ સૂચનાને કારણે નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

આ ધંધાર્થીઓએ એવું જણાવ્યું છે કે અહીં ખાણીપીણીનો વ્યવસાય કરતાં આ નાના ધંધાર્થીઓ અલગ- અલગ વિસ્તારોમાં રહે છે ત્યાંથી નિયમીત રેકડી લાવી અને લઇ જવી મુશ્કેલ છે. પાલિકા આ નિયમ ઉપર અડગ રહેશે તો આ નાના ધંધાર્થીઓની આજીવિકા છીનવાશે. આ બાબતે આજે નવયુગ વિધાલય નજીકનાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ પાલિકાનાં સતાધીશોને રજૂઆત કરવા જશે તેવું જાણવા મળી રહયું છે.

Follow Me:

Related Posts