ભાવનગર

પોરબંદર પાસે મોકરમાં ભાગવત સપ્તાહ પ્રારંભ

પોરબંદર પાસે મોકરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવ ઉમંગ સાથે થયો પ્રારંભ બ્રહ્મસમાજ દ્વારા શ્રી વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને કથામૃત લાભ લેતાં ભાવિકો રંઘોળા શનિવાર તા.૨૫-૫-૨૦૨૪ પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભાવ ઉમંગ સાથે પ્રારંભ થયો છે. શ્રી વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને ભાવિકો કથામૃત લાભ લઈ રહ્યાં છે. પોરબંદર પાસેનાં મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ તથા મોકર બ્રહ્મસમાજ દ્વારા ગુરુવારથી ભાગવત કથા પ્રારંભ થયો છે, જે પોથી પધરામણી પ્રસંગે ભારે ભક્તિભાવ અને ઉમંગ રહ્યો હતો. શ્રી વિંધ્યવાસી માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સાનિધ્યમાં શ્રી ગોપાલ ગૌશાળા મોકરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમિયાન કીર્તન મંડળીઓ દ્વારા કીર્તન રસપાન લાભ મળી રહ્યો છે. અહીંયા આસપાસનાં ગામોનાં શ્રોતાઓ ભાવિકો ભક્તિ ભાવ સાથે કથામૃત લાભ લઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts