પોરબંદર મોકરમાં ભાગવત કથા પર્યાવરણનું કાર્ય
સમાચાર યાદીપોરબંદર પાસે મોકરમાં ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય કરતાં વક્તા શ્રી વૈશાલીબાળાવ્યાસપીઠ પરથી કથા સંદેશ સાથે હાથ ધરાયું વૃક્ષારોપણ અભિયાનરંઘોળા બુધવાર તા.૫-૬-૨૦૨૪પોરબંદર પાસે મોકરમાં યોજાયેલ ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય વક્તા શ્રી વૈશાલીબાળા દ્વારા કરાયું. વ્યાસપીઠ પરથી કથા સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું.પોરબંદર પાસેનાં મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ તથા મોકર બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી વક્તા શ્રી વૈશાલીબાળા દ્વારા શ્રી કૃષ્ણલીલા વર્ણનમાં કાળીનાગદમન સાથે અન્ય પ્રસંગોનો ઉલ્લેખ કરી પ્રકૃતિનાં પ્રેમ સાથે પ્રદૂષણ સામે જાગૃતિ રાખવાં ટકોર કરી. શ્રી વિંધ્યવાસી માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સાનિધ્યમાં શ્રી ગોપાલ ગૌશાળા મોકરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન કથામાં બોધ સંદેશ સાથે પર્યાવરણનું કાર્ય કરાયું છે. અહીંયા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું.
Recent Comments