બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસમાં મને ફસાવવામાં આવી રહ્યો છેઃ રાજના સાથી યશ ઠાકુરનું નિવેદન

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં એક પછી એક વાતો સામે આવી રહી છે. હવે રાજ કુંદ્રાના સાથી યશ ઠાકુરે આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવે મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કરેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે. આ સાથે જ દાવો કર્યો છે કે તેને ખંડણી માટે ફોન આવે છે. મુંબઈ પોલીસને લખવામાં આવેલા એક પત્રમાં ઠાકુરે પોતાના વકીલના માધ્યમથી કહ્યું, તેણે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના તથા પરિવારના બેંક અકાઉન્ટ્‌સ અનફ્રીઝ કરવાનું કહ્યું છે.

યશ ઠાકુરે દાવો કર્યો, તે ન્યૂફ્લિક્સ કંપની સાથે કામ કરતો હોવાથી તેને ખંડણી માટે ફોન આવતા હતા. તેણે કહ્યું, ‘મને જાન્યુઆરી, ૨૦૨૧થી ખંડણીના ફોન આવતા હતા. મેં ફોન કરનારે કહ્યું હતું, તે કંપનીનો માલિક નથી અને પૈસા આપી શકે તેમ નથી. તો તેણે એવું કહ્યું હતું, તે મને ફસાવી દેશે. આ બધું ફેબ્રુઆરીમાં થયું હતું.’

પોલીસે રાજ કુંદ્રા સાથે પોર્નોગ્રાફી કેસમાં પોતાની તપાસમાં આરોપ મૂક્યો છે કે યશ ઠાકુરે રાજ કુંદ્રાની કંપનીમાં બનેલા પોર્નોગ્રાફી કન્ટેન્ટના વિતરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યશે આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું, મેં મારા વકીલના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે ન્યૂફ્લિક્સ એક ેંજીની કંપની છે અને મને સલાહકાર તરીકે રાખવામાં આવ્યો હતો. મેં ક્યારેય રાજ કુંદ્રા કે તેના કોઈ સહયોગી સાથે વાત કરી નથી અને કોઈ જાતની લેવડદેવડ કરી નથી.


યશ ઠાકુરે એ પણ આરોપ મૂક્યો છે કે રાજ કુંદ્રાની ધરપકડ કરનારા સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જાણી જાેઈને આ કેસમાં તેનું નામ ફસાવે છે. તેણે રાજ કુંદ્રા કે તેની કંપની સાથે કોઈ જાતની લેવડદેવડ કરી નથી તો પણ તેનું નામ આ કેસમાં લેવામાં આવી રહ્યું છે. યશ પર એવો આરોપ છે કે તેણે બે વર્ષમાં ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં ૯૦ પોર્ન ફિલ્મનું વિતરણ કર્યું હતું. આ અંગે યશે કહ્યું હતું કે આ આરોપ પણ ખોટો છે. તેની કોઈ કંપની નથી. તે આઈટી સલાહકાર છે અને ઓટીટી (ઓવર ધ ટોપ) સોલ્યુશન ડિઝાઇન કરે છે અને તેણે ઓડિયો બાઇટ્‌સની સાથે પોતાનો પક્ષ રજૂ કરતા દસ્તાવેજાે જમા કરાવ્યા છે. જાે પોલીસ હજી પણ આરોપો ફ્રેમ કરવા માગે છે અને જબરજસ્તી કંઈક બોલાવવા માગે છે તો તે મદદ કરી શકે તેમ નથી. આ દસ્તાવેજાે-પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Related Posts