પોલીસે આદિવાડામાંથી દરોડા પાડી મહિલા બુટલેગરને દારુની ૨૫૧ બોટલ સાથે ઝડપી
ગાંધીનગરના આદીવાડા ગામના દંતાણી વાસમાં ખુલ્લેઆમ વિદેશી દારૂની હાટડીઓ ખોલીને બેઠેલી મહિલા બુટલેગરને સેકટર ૨૧ પોલીસે દરોડો પાડીને ઝડપી લીધી છે. જેમાં ૨૫૧ નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘરની ઓસરીમાં અલગ અલગ પડેલા થેલામાં તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી કાચની ૨૫૧ નંગ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રાજસ્થાન અને હરિયાણા માર્કની વોડકા, જીન તેમજ વિસ્કીની જુદી જુદી બ્રાંડની બોટલો હતી. ભૂતકાળમાં પણ સવિતા દંતાણી પ્રોહીબીશનનાં ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂકી છે. હાલમાં તેની પાસેથી આશરે ૪૯ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments