ગાંધીનગર અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અડાલજ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ કરવા માટે દોડધામ શરૂ કરી દેવામાં આવી છે.
અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો જાેઈ આસપાસના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં અડાલજ પોલીસ કેનાલ પર દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડ મારફતે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.
આશરે ૪૦થી ૪૫ વર્ષીય આધેડની ઓળખ કરવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ કોઈ ફળદાયી હકીકત સામે આવી ન હતી. આ અંગે અડાલજ પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યા આધેડના વાલી વારસોને શોધવાની કામગીરી ચાલી રહી છે. મરનાર આધેડના શરીરે ગુલાબી કાળા કલરની અડધી બાયની ટી-શર્ટ તેમજ ખાખી કલરનું પેન્ટ પહેરેલું છે.
આશરે પાંચ ફૂટ એક ઈંચની ઉંચાઈ ધરાવતો આધેડ મધ્યમ બાંધાનો છે. જેનો મૃતદેહ ત્રણેક દિવસ જૂનો હોવાનું અનુમાન છે. જેનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને નિયમ મુજબ સાત દિવસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો આવશે. આ અંગે કોઈને માહિતી કે પત્તો મળે તો અડાલજ પોલીસનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.


















Recent Comments