fbpx
બોલિવૂડ

પોલીસે સ્ત્રી ૨ ના ગીત ‘આજ કી રાત’ના કોરિયોગ્રાફરની ધરપકડ કરી

સ્ત્રી ૨ રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મનું ગીત ‘આજ કી રાત’ ખૂબ ચર્ચામાં છે. હવે આ ગીતના કોરિયોગ્રાફર જાની માસ્ટર અચાનક લાઈમલાઈટમાં આવી ગયા છે. સાયબરાબાદ પોલીસે યૌન ઉત્પીડનના કેસમાં તેની ધરપકડ કરી છે. તેની સાથે કામ કરતી એક મહિલાએ તેના પર આ ગંભીર આરોપ લગાવ્યો હતો, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમનું સાચું નામ શેખ જાની છે, પરંતુ તેઓ જાની માસ્ટર તરીકે પ્રખ્યાત છે.

એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને માહિતી આપી છે કે સાયબરાબાદ પોલીસે ગોવાથી તેની ધરપકડ કરી છે. હવે તેને ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ મળ્યા બાદ પોલીસ તેમને હૈદરાબાદ લાવશે. મહિલાએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યા બાદ રાયદુરગામ પોલીસે ઝીરો હ્લૈંઇ નોંધી હતી. જાની માસ્ટર વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (ર્ઁંઝ્રર્જીં) એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ સાથે તેલુગુ ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બનાવવામાં આવેલી કમિટી પણ જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહી છે. આ સમિતિના સભ્ય તમ્મરેડ્ડી ભારદ્વાજ વતી એવું કહેવામાં આવ્યું હતું કે સમિતિએ ફરિયાદ મળ્યાના ૯૦ દિવસની અંદર આ બાબતે રિપોર્ટ સોંપવો પડશે. બુધવારે આ મામલે તેલંગાણા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ નેરેલ્લા શારદાનું નિવેદન પણ સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે ફરિયાદીએ પંચનો સંપર્ક કર્યો છે અને પંચ દ્વારા દરેક જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. જાની માસ્ટર તેલુગુ ફિલ્મ અને ટીવી ડાન્સર્સ અને ડાન્સ ડિરેક્ટર એસોસિએશનના પ્રમુખ પણ છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ચેમ્બર દ્વારા રચવામાં આવેલી જાતીય સતામણી નિવારણ સમિતિના વડા દામોદર પ્રસાદે એસોસિએશનને પત્ર લખીને જાની માસ્ટરને જ્યાં સુધી તેમના પર લાગેલા આરોપોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેમને પ્રમુખ પદથી દૂર રાખવા જણાવ્યું છે. જાે કે હવે આ મામલે આગળ શું થાય છે તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts