fbpx
અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી શ્રી હિમકરસિંહ શ્રી બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ પરિવારના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

અમરેલી એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં સેમિનારમાં  બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક અમરેલી શ્રી કેવલ મહેતા, મોટિવેશન સ્પીકર,ડો.કલામ ઇનોવેટિવ સ્કુલ અમરેલી ,શ્રી એસ. એચ.ખમલ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી જિલ્લા ના પોલીસ પરિવાર ના કુલ-૨૦૦ બાળકો હાજર રહેલ હતા.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ  વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા લક્ષી માર્ગદર્શન,યુ.પી.એસ.સી/જી.પી.એસ.સી ની ભરતી પરીક્ષા માર્ગદર્શન, પોલીસ ભરતીની પારદર્શિતા, જીવનલક્ષી તથા પરીક્ષાલક્ષી મંત્ર આપી ઉજ્જવળ કારકિર્દી અંગે ઊંડાણ પૂર્વક સમજણ આપેલ.ત્યારબાદ ,શ્રી કેવલ મહેતા, મોટિવેશન સ્પીકર,ડો.કલામ ઇનોવેટિવ સ્કુલ અમરેલી નાઓએ વિદ્યાર્થીઓ ને સમય ની માંગ પ્રમાણે 21 મી સદી ના કારકિર્દી ના વિષયો થી પરિચિત કરાવવા ની સાથે નવીનતમ કારકિર્દી ના વિકલ્પો વિશે ની સરળ ભાષા માં સમજૂતી આપી હતી  અને આજના સમય માં વિદ્યાર્થીઓ એ clever ની સાથે clear બનવાની  જરૂર છે તે વાત ઉદાહરણ સાથે સમજાવી હતી આ ઉપરાંત શ્રી ચિતનભાઈ ઉમરાળીયા પ્રોફેસર આઇ.ટી.આઈ દ્વારા ટેકનોલોજીનો જીવનમાં ઉપયોગ ,ધોરણ ૧૦ અને ૧૨  પછી  અભ્યાસ માર્ગદર્શન, પ્રેરણાત્મક પ્રસંગો ની સમજણ આપવામાં આવી.આ સેમિનાર ના અંતમાં કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ ને મૂંઝવતા પ્રશ્નો બાબતે પોલીસ અધીક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી  સવાલો ના જવાબ આપવામાં આવ્યા.

Follow Me:

Related Posts