fbpx
અમરેલી

પોલીસ, કાનૂની, તબીબી સહાય અને સામાજિક પરામર્શ સહિતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું

જિલ્લા મહિલા અને બાળ કચેરી અમરેલીના માર્ગદર્શન અંતર્ગત અને દર્પણ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા લાઠી મુકામે આંગણવાડી તેમજ અન્ય જગ્યાએ મહિલાઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  પોલીસ, કાનૂની, તબીબી સહાય અને સામાજિક પરામર્શ સહિતની બાબતોને ધ્યાને લઇ માહિતી દર્શાવતા પેમ્ફલેટસનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, કાનૂની, તબીબી સહિત જુદાં-જુદાં પ્રકારની સહાય, હંગામી ધોરણે આશ્રય, સામાજિક પરામર્શ વગેરે મદદ એક જ છત હેઠળ ઝડપથી પૂરી પાડવામાં આવે તે અંગે મહિલાઓને માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts