fbpx
ગુજરાત

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી નિખિલ દોંગા ઉત્તરાખંડથી ઝડપાયો

ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ અગાઉ ફરાર થઇ ગયો હતો. જેના પગલે કચ્છ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેના પગલે દોંગાને ઝડપી પાડવો તે કચ્છ પોલીસ માટે ઇજ્જતનો સવાલ તઇ ગયો હતો. જાે કે આખરે કચ્છ પોલીસે નિખિલ દોંગાને ઝડપી લીધો છે. આ સાથે જ પોલીસ બેડામાં ૪ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભુજની ખાસ પાલાર જેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જી.કે જનરલ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. જેમાં પોલીસની મિલિભગત પણ સામે આવી હતી.

જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસ કરનારા ડીવાયએસપી જે.એન પંચાલે જણાવ્યું કે, ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી નાસી છુટેલા ગુજસીટોક ગુનામાં કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી નાસ્યો તેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઇલ કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઇ આર.બી ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts