fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કોઈ ૧૦ લાખની લુંટ થઈ ન હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા નજીક ગઈકાલે બપોરે લૂંટની ઘટના બની હતી. જેમાં આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા સંચાલક પૃથ્વી વાઘેલા પોતાની કાર લઈ ત્રણ પાટીયા પાસેથી પસાર થતા હતા, ત્યારે બાઈકમાં આવેલા ત્રણ શખ્સોએ કારને આંતરી લઈ પૃથ્વી વાઘેલાને ધમકાવી તેના કબજામાં રહેલા રૂપિયા ૧૦ લાખની રોકડ ભરેલો થેલો આંચકી લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. લૂંટની ઘટના સામે આવતાં સ્થાનિક પોલીસ સહિત એલસીબી એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરી ભોગગ્રસ્ત યુવાનના હાવભાવ પૂછી તેમજ તેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ આ બનાવ અંગે કોઈ ચશ્મદિત ગવાહ ન હોવાથી અને જ્યાં લૂંટ થઈ છે તેની આસપાસ જ બે ચેકપોસ્ટ હોવા છતાં પણ કોઈએ લૂંટારૂઓને ન નિહાળતા પોલીસને શંકા ગઈ હતી. જેને લઇને પોલીસે પૃથ્વી વાઘેલાની ઉલટ તપાસ કરી હતી. ચાર કલાક બાદ ભાંગી પડેલા પૃથ્વીએ સમગ્ર હકીકત પોલીસ સમક્ષ કરી હતી. જેમાં પોતે આર્થિક સંકળામણમાં આવી જતા લૂંટનું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસનો રૂંધાઇ ગયેલો શ્વાસ ફરી ધબકતો થયો હતો. પોલીસે પેટ્રોલ પંપ સંચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા ત્રણ પાટિયા વિસ્તારમાં ગઈકાલે બપોરે બાઇકમાં આવેલા ત્રણ શખ્સોએ કારને આંતરી પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા ૧૦ લાખની લૂંટ ચલાવી હતી. આ મામલે લૂંટ તરકટ સાબિત થઈ છે. ભોગગ્રસ્ત યુવાને જ આર્થિક સંકળામણમાંથી બહાર નીકળવા લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Follow Me:

Related Posts