અમદાવાદના હાંસોલમાં રહેતા યુવકને એડ ફિલ્મના કામ માટે એસ જી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબમાં બોલાવીને ત્રણ અજાણ્યા લોકોએ રૂમમાં ધુસી જઇને સીબીઆઇનો દરોડો હોવાનું કહીને માર મારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જાે કે ફરિયાદી યુવકે સીબીઆઇના નકલી અધિકારીઓનો વીડિયો શુટ કરીને તમામને ઓળખ કરીને આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદ નોંધાયાના નવ દિવસ બાદ અંતે આનંદનગર પોલીસે વઢવાણ નગરપાલિકાના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ત્રણની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રહલાદનગરમાં રહેતા કપિલ ત્રિવેદીએ કોઇ અંગત અદાવતનો બદલો લેવા માટે ગ્રીમર જાેષીના નામે ખોટો ફોન કરીને યુવકને વાયએમસીએ ક્લબ બોલાવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે વઘુ તપાસ શરૂ કરી છે. હાંસોલમાં અક્ષરધામ રેસીડેન્સીમાં રહેતા સુમિતભાઇ ખાનવાણી એડ મેકર્સ તરીકે કામ કરે છે. તેમને ૨જી સપ્ટેમ્બરના રોજ ગ્રીમર જાેષી નામના વ્યક્તિએ કોલ કરીને તેમની ચાંગોદર સ્થિત કંપની એડ ફિલ્મ બનાવવાની હોવાથી મુલાકાત કરવાની હોવાનું કહીને વાયએમસીએ ક્લબમાં બોલાવ્યા હતા.
જ્યાં રૂમમાં સૌમિલ નામના વ્યક્તિ સાથે મિટીંગ કરતા હતા ત્યારે અચાનક ત્રણ લોકો સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને રૂમમાં આવી ગયા હતા. જ્યાં તેમણે સુમિતને માર મારીને દારૂની બોટલ અને સફેદ પાવડરની પકીડી બેગમાંથી કાઢીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને વોલેટ માંગ્યું હતું. પરંતુ, સુમિત અને તેના મિત્રોએ મોબાઇલ વીડિયો શુટ કરતા ત્રણેય નાસી ગયા હતા. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદને આધારે આખરે નવ દિવસ બાદ આનંદનગર પોલીસે હિતેન્દ્રસિંહ વિજયસિંહ મોરી (રહે. વઢવાણ,જિ. સુરેન્દ્રનગર), ધનરાજસિંહ રાઠોડ (રહે. શેલા) અને વિરેન્દ્રસિંહ ચાવડા (રહે.બોપલ)ને ઝડપી લીધા હતા. હિતેન્દ્રસિંહ મોરી વઢવાણ નગરપાલિકાના ૧૩ નંબરના વોર્ડના ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વિરેન્દ્રસિંહ ખાનગી સંસ્થામાં કામ કરતો હોવાનું અને ધનરાજસિંહ જમીન લે-વેચનું કામ કરે છે.
Recent Comments