અમરેલી શહેર ના રાજકમલ ચોક ખાતે અમરેલી ના યુસુફબાપુ કાદરી પોતાના કામ સબબ ત્યાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ માં પોતાના હવાલા વાળું એક્ટિવા પાર્ક કરેલ હોય અને કામ પૂર્ણ થયા બાદ વાહન ની તપાસ કરતા વાહન ન મળતા અમરેલી સીટી પોલીસ સ્ટેશન માં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવતા અમરેલી નેત્રમ. કમાન્ડો કંટ્રોલ સેન્ટર અમરેલી ની મદદ થી અને અમરેલી સીટી પોલીસ સ્ટેશન ના ઇન્ચાજ પી.આઈ શ્રી મહેશ મોરી સાહેબ ની સૂચના થી સીટી પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ મોરી, ગિરુભા, બાહદૂરભાઇ વાળા સહિત ના સ્ટાફ દ્વારા તપાસ કરતા આ વાહન અમરેલી ના યુવા વેપારી અગ્રણી ના સબંધી દ્વારા ભૂલ માં ગાડી બદલાઈ જવાથી આ ઘટના ઘટી હતી જે બાબતે ગણતરી ની કલાકો માં બંન્ને મૂળ માલિકો ને પોતાના વાહન સુપ્રત કરી આપતા નગરપાલિકા ના સદસ્ય વિપક્ષ નેતા સમીર કુરેશી નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ શકિલબાપુ સૈયદ દ્વારા પોલીસ સ્ટાફ નું સન્માન કરી સુંદર કામગીરી બદલ શુભકામના પાઠવી હતી
પોલીસ ની પ્રશંસનીય કામગીરી બદલ શુભકામના પાઠવતા આગેવાનો.

Recent Comments