fbpx
ગુજરાત

પોલીસ પર હાથ ઉપાડતા ૧ મહિલા ગોપાલક અને ૩ પશુપાલકની ધરપકડ

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યાં મહિલા ગોપાલકે મહિલા પીએસઆઈનો કોલર પકડી માર માર્યો હતો. જેમાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી ૩ ગાયો પકડી હતી. ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ ૪ ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી હતી. શરૂઆતમાં મહિલા ગૌપાલકોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો. હરણી પોલીસના મહિલા પીએસઆઈ કે.એચ.રોયલાએ કામ ચાલુ રાખતાં મહિલા સહિત અન્યો લાકડી લઇ મારવા દોડ્યા હતાં. એક મહિલાએ પીએસઆઈ કે.એચ.રોયલાનો કોલર પકડી તેમને મારવા લાગી હતી. હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જાેમાબેન ગભરૂભાઈ ભરવાડ (રે. ભરવાડ વાસ, ન્યુ વીઆઈપીરોડ) સામે હુલ્લડનો ગુનો દાખલ કર્યો હતો.

ન્યૂ વીઆઇપી રોડના ૪ અને આજવા રોડના ૧ ઢોરવાડા તોડવા સાથે શહેરમાંથી ૨૩ રખડતા ઢોર પકડી લીધા હતા. મહિલા પીએસઆઇ પર હૂમલો કરનાર મહિલાને સ્થળ પર જ પકડી મહિલા પોલીસ કર્મચારીઓએ ટીંગાટોળી કરી તેની ધરપકડ કરી હતી. ગૌપાલકો વચ્ચે પડતાં મહિલા પોલીસ ટસની મસ થયા ના હતા. ગેરકાયદે ઊભા કરાયેલા ઢોરવાડાને દૂર કરવાની કાર્યવાહી શરૂ થતાં પશુપાલકોએ નવો પેતરો અપનાવ્યો છે. કાર્યવાહીની અગાઉથી જાણ થતા જ પશુપાલકો ઢોરોને સોસાયટીઓમાં તેમજ ખુલ્લા મેદાનોમાં છોડી દે છે. જેને કારણે સ્થળેથી એક પણ ઢોર મળતું નથી. શહેરમાં રખડતા ધોળના ત્રાસને દૂર કરવા માટે પાલિકાએ સખત પગલા લીધા છે. સામાન્ય નાગરિકના જીવ જાેખમમાં મુકાય તે રીતે પશુઓને ખુલ્લામાં છોડનાર ૬૮ હેબીચ્યુઅલ ઓફેન્ડરનેની યાદી બનાવી પાલિકાએ પોલીસને સોંપી છે. તેમજ અત્યાર સુધીમાં ૨ પશુપાલકો સામે પાસાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

Follow Me:

Related Posts