પોલીસ પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, “શીજાને તુનિષા સાથે શા કારણે કર્યુ બ્રેકઅપ?”
તુનિષા શર્મા આત્મહત્યા કેસની તપાસમાં મુંબઇ પોલીસ લાગી ગઇ છે. આ વચ્ચે આ મામલે ધરપકડ઼ કરાયેલા તુનિષા શર્માના કો-એક્ટર શીજાન મોહમ્મદ ખાને પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, શીજાન ખાને પોલીસને શરૂઆતમાં જે નિવેદન આપ્યા છે તેનાથી તે વાતનો ખુલાસો થયો છે કે બંનેનો બ્રેકઅપ શા કારણે થયું હતુ.? પોલીસની પૂછપરછ દરમિયાન શીજાન મોહમ્મદ ખાને સ્વીકાર્યુ કે બંને કલાકાર એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આ હકીકત છે. તુનિષા કેસમાં આરોપી શીજાન મોહમ્મદ ખાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે બંને અલગ અલગ ધર્મના હતા અને બંનેની ઉંમર વચ્ચે પણ ઘણો તફાવત હતો. આ જ કરાણે શીજાને તુનિષા શર્મા સાથે બ્રેકઅપ કરી લીધું. પરંતુ પોલીસ શીજાન મોહમ્મદ ખાન તરફથી કહેવામાં આવેલી આ વાત પર વિશ્વાસ નથી કરી રહી. હકીકતમાં એક્ટ્રેસ તુનિષાના પરિવારજનો શીજાન પર એકસાથે અનેક છોકરીઓ સાથે રિલેશન રાખવા અને દગો આપવાનો આરોપ લગાવી રહ્યાં છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શીજાન તેનાથી બચવા માટે ઉંમર અને ધર્મના બહાના કાઢી રહ્યો છે. તુનિષા શર્માના પરિવારજનો અનુસરા, શીજાને તુનિષાની મોતના ૧૫ દિવસ પહેલા તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતુ. પાછલા ૧૬ ડિસેમ્બરે આ જ કારણે તુનિષાને એંઝાયટી એટેક પણ આવ્યો હતો. તે પછી તુનિષાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તુનિષાએ પોતાની માતાને જણાવ્યું હતું કે શીજાને તેને દગો આપ્યો છે. તુનિષાની આત્મહત્યા બાદ એક્ટ્રેસની માતાએ તેના કો-એક્ટર શીજાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તે કહે છે કે તુનીષાએ શીજાનથી કંટાળીને જ પોતાનું જીવન સમાપ્ત કર્યું. એક્ટ્રેસની માતાના કહેવા પ્રમાણે, તુનીષા શીજાનથી નારાજ હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા અને શીજાન રિલેશનશિપમાં હતા, પરંતુ તાજેતરમાં જ એક્ટરે તેની સાથે બ્રેકઅપ કર્યું હતું.
જેના કારણે તુનિષા ખૂબ જ પરેશાન હતી. તેની માતા અને કામના કારણે તુનિષા પહેલાથી જ ડિપ્રેશનમાં હતી, જેના માટે તે દવાઓ લેતી હતી. આવી સ્થિતિમાં તે શીજાન સાથેના બ્રેકઅપથી વધુ ડિપ્રેસ થવા લાગી અને ૨૪ ડિસેમ્બરે તેણે આત્મહત્યા કરી લીધી. તુનીષાની આત્મહત્યા પછી, તેના પરિવારની ફરિયાદ પર, વાલિવ પોલીસે શીજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ હ્લૈંઇ નોંધી અને એક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે ૨૪ ડિસેમ્બરે ટીવી સેટના મેકઅપ રૂમમાં એક્ટ્રેસ તુનિષાએ કથિતરૂપે સુસાઇડ કરી લીધું હતું. તુનિષાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે તુનિષાનો જીવ લટકવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે.
Recent Comments