ગુજરાત

પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાેકે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યનાં ૨૦થી ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય.

કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે અનેક યુવાનોએ મોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યું હતું.

Related Posts