fbpx
ગુજરાત

પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિરોધમાં પેથાપુરમાં વેપારીઓએ સજ્જ બંધ પાળ્યો

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ, માણસા, કલોલ તાલુકા તેમજ ગાંધીનગરનાં પંચદેવ મંદિર રથયાત્રા સમિતિ ને કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે પોલીસ દ્વારા શરતોને આધીન રથયાત્રા કાઢવાની પરવાનગી આપી દેવાઈ હોવા છતાં ગઈકાલે પેથાપુર પોલીસ મથકના પીએસઆઇએ સ્થાનિક સમિતિ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી દબંગાઇ કરી રથયાત્રા મંદિર સિવાય અન્યત્ર નહીં યોજવા દેતા આજે પીએસઆઇનાં વિરોધમાં વેપારીઓ દ્વારા પેથાપુરનાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ પેથાપુર ગામમાં આજે પીએસઆઇની કાર્યપ્રણાલિનાં વિરોધમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. ગઈકાલે અષાઢી બીજીનાં રોજ જિલ્લામાં પરંપરાગત રીતે શરતોને આધીન ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા પણ કાઢવા સરકાર દ્વારા મંજૂરી અપાઈ હતી.

Follow Me:

Related Posts