fbpx
અમરેલી

પોષણ અભિયાનના દ્વિતીય સપ્તાહનો દબદબાભેર પ્રારંભ : કલેક્ટર અને ડીડીઓએ પોષણ શપથ લીધા

પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન અર્થે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી ખાતે જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા સબંધિત વિભાગના સંકલનથી ૧ લી સપ્ટેમ્બરથી ૩૦મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ તેમજ વિવિધ વિભાગોના શાખાધિકારીશ્રીઓ દ્વારા પોષણ શપથ લઇ પોષણ માસની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લામા તથા ઘટક કક્ષાએ મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ મુક્ત અર્થે રાજ્ય કક્ષાએથી સુચીત થીમ અન્વયે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટીકાનુ નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આંગણવાડી વર્કર બહેનો દ્વારા સગર્ભા,ધાત્રી અને તેના કુટુંબના સભ્યોને સ્તનપાનથી થતા ફાયદા અને ઉપરી આહારના મહત્વ અંગે ગ્રુહ મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ૦ થી ૩ વર્ષ તથા ૩ થી ૬ વર્ષના કેન્દ્રોમાં લાભ લેતા બાળકોના વજન અર્થે સ્ક્રીનીંગની કામગીરીનુ આયોજન કરી કોરોના રસીકરણની કામગીરીને પણ પોષણમાસ દરમ્યાન ઝુંબેશ રૂપે આવરી લેવામાં આવી હતી. પ્રથમ સપ્તાહમાં વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ કર્યા બાદ આ સપ્તાહમાં મહિલાઓને યોગ અંગે માહિતી આપવામાં આવશે.

Follow Me:

Related Posts