અમરેલી

પોષણ અભિયાન અંતર્ગત બાગાયત કચેરી દ્વારા શહેરી બાગાયત તાલીમ યોજવામાં આવી

પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા બાગાયત કચેરી અમરેલી દ્વારા પોષણ અભિયાન અંતર્ગત શહેરી તાલીમ યોજવામાં આવી હતી.  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે બી એડ કોલેજ, અમરેલીના ૬૦ વિદ્યાર્થીઓને શહેરી બાગાયત તાલીમ અને બાગાયતી પ્રવૃત્તિઓ વિકાસાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી. કૃષિ વિણાન કેન્દ્ર, અમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા કિચન ગાર્ડન, ટેરસ ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, હાઈડ્રો પ્રોનિક્સની સમજ આપવામાં આવી હતી. લોકો પોતાની જાતે દવા ખાતર વગરના ફળ શાકભાજી ઉગાડી શકે અને પરિવારની જરુરિયાત મુજબ શાકભાજી વાવણી કરી તેના સ્વાસ્થ્ય જળવાઇ તે માટેની આ પ્રવૃત્તિઓ વિશે વિષદ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

તાલીમમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ ઉપસ્થિત રહી તાલીમર્થીઓને બાગાયત અને બાગાયતી પ્રવૃત્તિઓના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. તાલીમનું આયોજન બાગાયત અધિકારીશ્રી અવનીબેન ગૌસ્વામી તથા બાગાયત નિરીક્ષકશ્રી વસોયા દ્વારા કરવામાં આવ્યું. તાલીમમાં તાલીમાર્થીઓને શાકભાજીના બિયારણની કીટ અને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તાલીમનો લાભ લેવા ઇચ્છુક હોય તેવા વ્યક્તિઓ અને જૂથે જિલ્લા બાગાયત કચેરી, અમરેલીનો ૦૨૭૯૨-૨૨૩૮૪૪ સંપર્ક કરવો.

Related Posts