ભિલોડાના ટોરડા ગામની પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે થોડાક દિવસ અગાઉ આપઘાત કરી લીધો હતો. ટાકાટુકા ગામની સીમમાં ખેતર પાસેના ઝાડ પર ગળે ફાંસો ખાઈને લટકી જઈને પોસ્ટ માસ્તરે આપઘાત કર્યો હતો. જેને લઈ ભિલોડા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે પોસ્ટ વિભાગના ૬ કર્મચારીઓ અને અધિકારીઓની સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આપઘાત બાદ પોસ્ટ મોર્ટમ દરમિયાન મૃતક પોસ્ટ માસ્તર પ્રવિણસિંહ રાઠોડના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેઓએ વિગતે પોતાની પર ગુજારવામાં આવતા ત્રાસને લખ્યો હતો.
પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટને સંબોધીને આ ચિઠ્ઠી લખવામાં આવી હતી. જેના આધારે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોસ્ટ માસ્તર પ્રવિણસિંહ રાઠોડ પર પોસ્ટ વિભાગના જ જીડ્ઢૈં એ ઓડિટ માટે પૈસા માંગીને ત્રાસ ગુજાર્યો હતો. આ ત્રાસમાં જમાદાર કટારા અને કોપસા સહિત, જાયલા બ્રાન્ચના પોસ્ટ માસ્તર સહિતનાઓએ ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવે આરોપી અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. ચીઠ્ઠીમાં પોતાની બ્રાન્ચમાં ઓડિટને લઈ તેમાં વાંધા શોધવા અને તેને પૂર્ણ કરવાને લઈ પૈસા માંગવાની સતત માંગણી કરી હતી. આ ઉપરાંત અગાઉ ૧૦ હજાર રુપિયા પણ ૨૫ હજારની માંગણી કરતા ચૂકવ્યા હતા. જ્યારે બાદમાં એક લાખ રુપિયાની માંગ કરી હતી. જેને લઈ તેઓ અપશબ્દો બોલીને પરેશાન કરતા હતા. તેમજ તેમના કામને લઈ સતત પરેશાન કરી રહ્યા હતા. જેથી આખરે તેઓએ આ પગલુ ભર્યુ હોવાનું ચિઠ્ઠીમાં લખ્યુ હતુ.
Recent Comments